<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી કોર્ટમાં થયેલ અલગ અલગ 3 અરજી નામંજુર

કલમ 302 નો ઉમેરો કરવા, ઓરેવા કંપનીને આરોપી બનાવવા તેમજ કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તે અંગેની કલમ ઉમેરવા માટે અરજી રદ

મોરબી :  ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી કોર્ટમાં થયેલ અલગ અલગ 3 અરજી નામંજુર કરવામાં આવી છે. 

  મોરબીના પીડિત પરિવારો દ્વારા  અરજી કરવામાં આવી હતી. જેમાં કલમ 302 નો ઉમેરો કરવા, ઓરેવા કંપનીને આરોપી બનાવવા તેમજ કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તે અંગેની કલમ ઉમેરવા માટે અરજી કરવામાં આવી હતી. તમામ અરજીઓ મોરબી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે. આગામી 1 તારીખે આ કેસમાં ચાર્જ ફ્રેમ થશે તેવું સિનિયર સરકારી વકીલનું કહેવું છે.

(9:21 PM IST)