News of Sunday, 22nd September 2024
ભાવનગરમાં હત્યા, મૃતદેહને અમરેલી ઠેકાણે પાડવા આવેલા ૩ પકડાયા

અમરેલીઃ ગુજરાતના અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલીના બાબરાના ધરાઈ ગામે એર વ્યક્તિને સળગાવી દેવાની ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. ભાવનગરના શખશો દ્વારા એક વ્યક્તિની હત્યા કરી તેને સળગાવી દેવાયો હતો. ભાવનગરના તળાજા નજીક હત્યા કરીને લાશનો નિકાલ કરવા તેઓ અમરેલી પહોંચ્યા હતાં. જોકે, યોગ્ય સમયે પોલીસ પહોંચી જતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
ભાવનનગરના ત્રણ શખશો ફોરવ્હીલ લઈને અમરેલી આવ્યા હતાં. ભાવનગરના તળાજામાં જ એક વ્યક્તિની હત્યા કરી તેઓ લાશને ઠેકાણે પાડવા અમરેલીના ધરાઈ ગામે પહોંચી તેને સળગાવી રહ્યા હતાં. જોકે, લાશ સળગાવતા સમયે જ એકાએક પોલીસ અને સ્થાનિક જીઆરડીના જવાનો ત્યાં પહોંચી ગયાં જતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે જ પુરાવા સાથે ત્રણેય શખશોની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
