News of Monday, 23rd September 2024
લખતર પાસે ડમ્પર પાછળ છોટા હાથી અથડાયું

વઢવાણઃ લખતરથી વિરમગામ હાઇવે ઉપર વિઠલાપરા ગામ નજીક હાઇવે રોડનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી રોડની એક સાઈડ બંધ કરેલ અને ત્યારે એક સાઈડ બંને લાઈન ચાલુ હોવાના કારણે સામેથી પુરઝડપે આવતા છોટા હાથીને ડમ્પર સાઈડ કાપતા અચાનક ડમ્પરના ડ્રાઇવર દ્વારા સામેથી પૂરપાટ આવતી ફોરવીલને બચાવવા માટે સાઈડમાં લેતા ડંફરની પાછળ છોટા હાથી ઘૂસી ગયું હતું.આ અકસ્માતમાં ડ્રાઇવર સિકંદરભાઈ (ઉંમર વર્ષ-૩૫) અને તેમના મજુર રોહિતભાઈ (ઉંમર વર્ષ- ૨૦)- બંને રહે-વઢવાણને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડમ્પરચાલક ત્યાંથી ફરાર થયો હતો. અકસ્માતમા છોટા હાથીના આગળનાં કેબીનના ભાગને અતિશય નુકસાન પહોંચ્યું હતું.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
