News of Monday, 23rd September 2024
અંજાર પાસે સવા સાત લાખના દારૂ સાથે ચારની ધરપકડ

ભૂજ તા. ર૩ :.. પ્રોહી. બુટલેગર નિલેશ ઉર્ફે ટીંકુ સોલંકી (માલી) રહે. પુરૂષોતમનગર, મેઘપર (બો) તા. અંજાર વાળાની માલીકીનો વર્ષામેડી સીમ તા. અંજાર ખાતે અંબીકાનગર-ર માં પ્લોટ નં. ૬૧પ વાળામાં બનાવેલ અંડર ગ્રાઉન્ડ ટાંકામાં દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે અને હેરફેર કરવાની તૈયારી કરી રહેલ છે. તેવી હકિકત મળતા એલ. સી. બી. ની ટીમ દ્વારા રેઇડ કરતા અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૩૬૭ર કિંમત રૂા. ૭ લાખ ૩૬૮૬૦નો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓમાં (૧) નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી) ઉ.વ.૩પ રહે. પ્લોટ નં. ૧૦૮, (ર) દિપકભાઇ કાંતીલાલ ઠકકર ઉ.વ.૪૮ રહે. પ્લોટ નં. ૧૪પ-એ, વિજયનગર, સવાસર નાકા અંજાર. (૩) મંગલ વિક્રમસિંગ નાયક (ઉ.વ.૩ર) મુળ રહે. ગામ સુંદરપુર પોસ્ટ-નૌગવા, તા. વિદહુલા જી. ઓરૈયા (યુ.પી.) હાલ રહે. ફલેટ નં. ૬૧પ અંબીકાનગર-ર, વર્ષામેડી સીમ તા. અંજાર (૪) રમેશકુમાર નરનારામ ચૌધરી (જાટ) ઉ.વ.ર૦, રહે. નવાપુરા, થાના બાકાસર, તા. ફાગલીયા જી. બાડમેર રાજસ્થાનનો સમાવેશ થાય છે.
જયારે અંકિત ચૌધરી રહે. સાંચોર રાજસ્થાન (માલ મોકલનાર) ફરાર છે.
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર એન. એસ. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ. વી. જાડેજા તથા એલ. સી. બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
