News of Monday, 23rd September 2024
ધ્રોલ પાસેના બંધ પંપમાં દોઢ લાખના મુદામાલની ચોરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૩ : ધ્રોલ રાજકોટ હાઈવે પર સણોસરા ગામના પાટીયા પાસે આવેલ બંધ પડેલ ઓમ પેટ્રોલ પંપ એચ.પી.સી. કંપનીના પેટ્રોલ પંપની ઓફીસનો અજાણ્યા શખ્સો દ્રારા દરવાજો ખોલી અંદર આવેલ મેઈન ઓફીસની કાચની બારી તોડી અંદર -વેશ કરી મેઈન ઓફીસના દરવાજાના બારણાના બોલ ખોલી બારણુ કાઢી ઓફીસમાં તથા બહાર પેટ્રોલ પંપની રાખેલ ચીજ વસ્તુ જેમાં નં.(૧) ડેલ કંપનીનો કોમપ્યુટર (મોનીટર) તથા કોમ્પ્યુટરમાં ફીટ કરેલ ઓટોમેશન જેની હાલની કીમત રૂ. આશરે ૧૫,૦૦૦/- તથા નં.(૨) ઓફીસમાં લગાવે પેટ્રોલ પંપના કેમેરાનુ ડી.વી.આર. જેની કી.રૂ. આશરે ૧૫૦૦/- તથા નં.(૩) ઓફીસની દીવાલમાં લગાવેલ ઈલેક્ટ્રીક પેનેલ કી.રૂ. આશરે ૮૦,૦૦૦/- તથા નં.(૪) ઓફીસમાં લગાવેલ પાવર સપ્લાઈ માટેનુ સ્ટેબલાઈઝર અને સી.વી.ટી. સેટ નંગ-૪ જેની કી.રૂ. આશરે ૩૦,૦૦૦/- તથા નં.(૫) ઓફીસમાં લગાવેલ ઈલે. પાવર માટેનુ યુ.પી.એસ. જેની કી.રૂ. આશરે ૪,૦૦૦/- તથા નં.(૬) ઓફીસમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા નંગ-૪ જેની કી.રૂ. આશરે ૪,૦૦૦/- તથા નં.(૭) ઓફીસમાં લગાવેલ એ.સી. નુ આઉટડૉર જેની કી.રૂ. આશરે ૪,૦૦૦/- તથા નં.(૮) ઓફીસમાં રાખેલ વોટર -ેશન પંપ નંગ-૧ જેની કી.રૂ. આશરે ૩,૦૦૦/- તથા નં.(૯) ઓફીસમાં રાખેલ ફાયર એક્ઝિકયુશન (બાટલા) નંગ-૪ કી.રૂ. આશરે ૨,૦૦૦ તથા નં.(૧૦) ઓફીસમાં રાખેલ કેનોપી લાઈટ નંગ -૬ જેની કી.રૂ. ૩,૦૦૦/- ની તથા પેટ્રોલ ડીઝલના ટેન્કના લોખંડના ઢાકણા નંગ-૦૬ જેની કી.રૂ. આશરે ૩,૦૦૦ ની મળી જેની કુલ કી.રૂ. ૧,૪૯,૫૦૦ ના મુદામાલની ચોરી કરી ગયા ની અર્જુનભાઈ દેવજીભાઈ મહેશ્વરી સીંધી (પેટ્રોલ પંપમાં જનરલ મેનેજર)એ અજાણ્યા શખ્સો સામે ધ્રોલ પોલીસ મા ફરીયાદ નોધાવતા ધ્રોલ પી.એસ.આઈ. પી.જી.પનારાએ વધુ તપાસ હાથ ધરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
