News of Monday, 23rd September 2024
મોરબીમાં જીઆરડી જવાને તલવારથી કેક કાપ્યાનો વિડીયો અંગે પોલીસ તપાસ શરૂ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૩: જન્મદિવસે જાહેરમાં કાયદાની ઐસીતેસી કરીને ઉજવણી કરવાનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીમાં પણ એક જીઆરડી જવાને આવી જ હરક્ત કરી હોય જેનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.આ વાયરલ થયેલા વીડિયોમાં તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો હરેશ સોલંકી નામનો જીઆરડી જવાન જોવા મળે છે. તે એક કાર ઉપર પડેલી ૭થી ૮ જેટલી કેક તલવાર વડે કાપે છે. આ વીડિયોને લઈને મોરબી તાલુકા પીઆઇ એન.આર. મકવાણાએ જણાવ્યું હતું કે વિડીઓની પુષ્ટિ કરીને તપાસ કરવામાં આવશે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
