News of Monday, 23rd September 2024
કેબીસીમાં ૨૫ લાખ જીતી જનાર પોરબંદરના જયાબેને
પોતાની સફળતા સદગત માતાને સમર્પિત કરી જયાબેને જણાવેલ કે અમિતાભ સાથે હોટ સીટ સુધી પહોંચે તેવી માતાની અદમ્ય ઇચ્છાએ મને પ્રેરણા બળ પુરુ પાડેલુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૩: કેબીસીમાં પ્રશ્નોના સાચા જવાબો આપનાર જયાબેન ઓડેદરાએ આ સફળતા સદગત માતાને અર્પણ કરીને દિલ ખોલીને જણાવેલ કે પોતે અમિતાભ સામે હોટ સુધી પહોંચે તેવી માતાની અદમ્ય ઇચ્છાએ મને પ્રેરણા બળ પુરૂં પાડયુ હતું.
પોરબંદર વિસ્તારની ખેડૂત પરિવારની કોમ્પ્યુટર એન્જિનિયર જયાબેન ઓડેદરા પોતાના જ્ઞાનના અનુભવના આધારે કોન બનેગા કરોડપતિ જ્ઞાન વર્ધક ટીવી શો કેબીસીમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશ્નોના કોન્ફિડન્સ સાથે સાચા જવાબો આપીને રૂપિયા ૨૫ લાખ જીતી સમગ્ર પોરબંદર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું. પોતાના જ્ઞાનના સહારે ૨૫ લાખ જેવી માતબર રકમ જીતી પોરબંદર પરત આવી પહોંચેલી જયા ઓડેદરાએ જ્ઞાન યાત્રાની વાતો શેર કરી હતી. અને જણાવેલ હતુ કે કેબીસીમાં ભાગ લેવા માટે તૈયારીઓ કરતી હતી ત્યારે જયાને અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા માટે તેમની માતાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ જયા કેબીસીના ઇન્ટરવ્યૂ માટે જાય તે પહેલાં જ તેમની માતાનું બીમારી સબબ અવસાન થઇ ગયું. જયાએ તેમની માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમતપૂર્વક તૈયારી કરીને અંતે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી ૨૫ લાખના પ્રશ્નોના સાચા જવાબ આપીને સફળતા મેળવી એ સક્સેસ એમની સ્વર્ગસ્થ માતાને સમર્પિત કરી એમની ઈચ્છા પૂર્ણ કરી હતી.
આ ટીવી શોમાં જવા માટે અનુમતિ આપીને સતત પ્રોત્સાહન આપનાર માતા પિતા અને પરિવારનો આભાર માન્યો હતો આ ઉપરાંત આ ટીવી શોના ઇન્ટરવ્યું સમયથી લઈને એપિસોડના લાઈવ પ્રસારણ સુધી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લાખણશીભાઈ ગોરાણિયાનો સહિતનો આભાર માન્યો હતો.(
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
