<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

વિસાવદરના વિછાવડના સરપંચ પાસે રૂ. ૧ લાખની ખંડણી માંગી, આર.ટી.આઈ.ની અરજી મુદ્દે ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

વિસાવદર : તાલુકાના વિછાવડ ગામે આર.ટી.આઈની અરજી મુદ્દે સરપંચને બોલાવી ખંડણી માંગવામાં આવી હતી તેમજ પંચાયતના કામમાં તકલીફ પડશે તેવી ધમકીભરી વાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ બનાવમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વિસાવદર પંથકના વિછાવડ ગામના સરપંચ સંજયભાઈ વજુભાઈ નળીયાધરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રજાક પરમારે ગ્રામપંચાયતમાં કરેલ આર.ટી.આઈ અરજી પાછી ખેંચી લેવા માટે સંજયભાઈ ને બોલાવ્યા હતા બાદમાં જિતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મહેતા અને રજાક પરમારે સરપંચ સંજયભાઈ પાસે એક લાખની ખંડણી માંગી હતી અને કાયદાનો ડર બતાવ્યો હતો તેમજ કહ્યું હતું કે અમે કહીએ તેમ કરો નહિતર આગામી ચૂંટણી અને પંચાયતના કામમાં તમને બહુ તકલીફ પડશે તેવી ધમકી પણ આપી હતી. આ બનાવમાં એક અજાણ્યા શખ્સ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અને પોલીસે આગળની ધોરણસરની વધુ તપાસ હાથ ધરી છે.

(9:03 PM IST)