<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સ્પા બન્યા કુટણખાનાના અડ્ડા: ગાંધીધામમાં મહિલાઓને દેહ વ્યાપાર કરાવતું પાચમુ સ્પા ઝડપાયું

આ વિસ્તારમાં ૫૦ સ્પાને શોપ એક્ટ હેઠળ મંજૂરી, મોટા ભાગના ચર્ચાનુ કેન્દ્ર : પોલીસના લોકદરબારમાં સ્પા ની આડમાં ચાલતા કુટણખાના અંગે લોકો ફરિયાદો કરી ચૂક્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : સરકાર દ્વારા રાજ્યમાં કરાતા કડક કાયદો વ્યવસ્થાના દાવાઓ વચ્ચે જાહેરમાં ચાલતા સ્પા તેની ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કચ્છ કલા રોડ ઉપર અમન બિલ્ડિંગમા બીજે માળે ધ લોટ્સ સ્પા માં દરોડો પાડી દેહ વ્યાપાર કરતી ૪ મહિલાઓ ને મુક્ત કરાવી હતી. 

         સંચાલક આરોપી વીકી વિજયસિંહ ખારવા ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કોન્ડોમ, મોબાઈલ સહિત ૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પાંચમા સ્પા માંથી કુટણખાનું ઝડપાયું છે. પોલીસના લોકદરબાર માં સ્પા ની આડમાં ચાલતા કુટણખાના અંગે લોકો ફરિયાદો કરી ચૂક્યા છે.

 

(9:32 AM IST)