News of Tuesday, 24th September 2024
બાળકોના કપડાના નામે દાણચોરી: ડીઆરઆઈએ મુન્દ્રામાં ૨૫ કરોડના ચાઈનીઝ રમકડાં ઝડપ્યા
વ્હાઈટ કોલર દાણચોરો સામે દેશદ્રોહ જેવી કલમો તળે કામ ચલાવવુ જોઈએ, દેશને આર્થિક નુકસાન પહોંચાડતા તત્વો ઉપર કાયદાની પકડ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : ફરી એકવાર મિસ ડેક્લેરેશન દ્વારા ૨૫ કરોડની દાણચોરી ઝડપાઈ છે. ત્યારે આયાત નિકાસ ક્ષેત્રે કેન્દ્ર સરકારની ઉદાર નીતિનો ગેરલાભ લઇ વ્યાપારના નામે વ્હાઇટ કોલર દાણચોરી દ્વારા દેશની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડતા તત્ત્વો વિરુદ્ધ દેશદ્રોહ જેવી આકરી કલમો તળે ગુનો નોધી સજા કરી કાયદાની પકડ મજબૂત બનાવવાની જરૂરત છે.
ગાંધીધામ ડીઆરઆઈ એ મુન્દ્રા બંદરે આવેલા ચાર ક્ન્ટેનર અટકાવી ૨૫ કરોડ રૂ.ની દાણચોરી ઝડપી પાડી છે. બાળકોના કપડા ઉપર ઓછી ડ્યુટી હોઈ બાળકોના કપડા ના નામે ચાઇનીઝ રમકડાં તેમ જ મોટી ઉમરના લોકો પહેરી શકે એવા વિન્ટર જેકેટ આ ક્ન્ટેનર માં નીકળ્યા હતા. પોલીસે સોનુ શુક્લા અને કૃષ્ણા સહાય નામના બે જણ ને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
