News of Tuesday, 24th September 2024
ગેરકાયદેસર દરિયામાં કબજા કરીને ફિશિંગ કરે તેવા તત્વો સામે કાયદેસરના પગલા લેવા વેરાવળમાં કુહાડા બંધુનો રણટંકાર

વેરાવળ,તા. ૨૪: વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી માં શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખશ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને વેરાવળ થી ચોરવાડ, સુત્રાપાડા, ધામરેજ, માઢવાર, નવા બંદર, મૂળ દ્વારકા ઘોઘલા, ના તમામ ખારવા સમાજના પટેલશ્રીઓ તેમજ પ્રમુખો, તથા માછીમાર સમાજના આગેવાનો સાથે અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં મિટિંગનુ મુખ્ય હેતુ એ હતુ કે દરિયામાં ગેરકાયદેસર રીતે કાબા (દોર) ફિક્સિંગ ફિશિંગ એટલે કે દરિયામાં કબજા કરે છે આં ફિશિંગ માત્ર રાજપરા નવાબંદર જાફરાબાદ સીમારના માછીમારો કરે છે.તેથી આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા એ કહેલ કે સરકારમાં અને કલેક્ટરમાં રજૂઆત કરી છે અને કોઈ રીઝલ્ટ નહીં આવે તો જે બંદરો ગેરકાયદેસર ફીશિંગ કરે છે તેને ટપાલ દ્વારા જાણ કરવામાં આવશે અને પછી પણ ના માને તો તમામ માછીમારો બધા ભેગા થઈ અને દરિયામાં જઈને દોર પર એક્શન લેશુ.
આ વાત સાંભળી અને તમામ તમામ ખારવા સમાજના પટેલઓ પ્રમુખશ્રીઓ તેમજ પિલાની એસોસિએશનના પ્રમુખઓ, તથા આગેવાનોએને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને શુભકામના પાઠવી હતી.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
