News of Tuesday, 24th September 2024
ચોટીલાથી ક્ષત્રિય યુવાનોનો પદયાત્રા સંઘ રવાના
સતત ૧૯માં વર્ષે જય મા મઢવાળીના નાદ સાથે પ્રારંભ

વઢવાણ,તા. ૨૪: મા આશાપુરામાં કરોડો લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. જેથી ગુજરાતમાંથી અનેક પદયાત્રાઓ માતાના મઢ સુધી જાય છે આવી જ રીતે ચોટીલાના શ્રી રાજ નાગણેચી ગ્રુપના આશાપુરા માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુરસિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ૧૯મી વખત ચોટીલાથી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ (કચ્છ) જવા રવાના થયો છે.
સંઘ જય માં આશાપુરાના જયજયકાર સાથે રવાના થયો છે. પદયાત્રીઓને શહેરીજનો, આગેવાનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે. કચ્છના માતાના મઢ કે જયાં જગ જનની માં આશાપુરાના બેસણા છે ત્યાં આસો માસની નવરાત્રી એ દેશભરમાંથી લોકો દર્શને આવે છે મુંબઈ અને સુરત જેવા મહાનગરોમાંથી શ્રદ્ધાળુ સાયકલ પર સવાર થઈને અને પગપાળા માતાના દર્શને પહોંચે છે. નવરાત્રિના આઠમા નોરતે માં આશાપુરા ને બીડું હોમવામાં આવે છે.
આશાપુરા માતાજીના કચ્છમાં બેસણા છે તેવા માતાના મઢ (કચ્છ ) આસો માસની નવરાત્રી એ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. રાજકોટ, મુંબઈ સુરત અને ગુજરાતભરમાંથી સાયકલ યાત્રિકો અને પગપાળા યાત્રીકો માતાના મઢ (કચ્છ) દર્શને પહોંચે છે. આજરોજ ચોટીલાથી -૧૪ラથી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો જય માં આશાપુરાના નાદ સાથે માતાનામઢ જવા રવાના થયા છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
