News of Tuesday, 24th September 2024
કેમિકલ ટાંકાની આડમાં લઇ જવાતો દારૂ ઝડપાયો લીંબડીમાં ૧૦૮૨૨ બોટલો સાથે ૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪: લીંબડી તાલુકાના કાનપરાના પાટીયા પાસેથી કપડાની ગાંસડીની આડમાં વિદેશી દારૂની ૬૯૪૮ બોટલો અને રૂ.૩૮ લાખના મુદામાલ સાથે ટ્રક ઝડપાયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યા લીંબડી મોડેલ સ્કૂલ પાસેથી કેમિકલ ટાંકાની આડમાં વિદેશી દારૂની ૧૦૮૨૨ બોટલો સાથે ટ્રક ઝડપાઈ છે. જેમાં ફરાર બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ટીમે રૂ.૪૫.૦૬ લાખનો મુદામાલ ઝબ્બે કરી લીંબડી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.જાડેજા અને ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમા સહિતનો પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે લીંબડી હાઈવે પર સાયલા તરફ ખોટા નંબર સાથે જતી ટ્રક નંબર GJ-14-X-0609 કે જેનો સાચો ટ્રક નંબર UK-04-CA-9274ની સઘન તલાશી લેતા ટ્રકમાં કેમિકલના ટાંકાની અંદર ગેરકાયદેસર વિદેશી દારૂનો બોટલો નંગ- ૧૦૮૨૨ કિંમત રૂ. ૩૦,૦૬,૬૮૦ અને ટ્રક-ટેન્કરની કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૫,૦૬,૬૮૦નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.
બાદમાં આ ટ્રક ટેન્કરના માલિક અને ચાલક વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ગુનો દાખલ કરી એમને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે લીંબડી તાલુકાના કાનપરાના પાટીયા પાસેથી કપડાની ગાંસડીની આડમાં વિદેશી દારૂની ૬૯૪૮ બોટલો અને રૂ.૩૮ લાખના મુદામાલ સાથે ટ્રક ઝડપાયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યા લીંબડી મોડેલ સ્કૂલ પાસેથી કેમિકલ ટાંકાની આડમાં વિદેશી દારૂની ૧૦૮૨૨ બોટલો સાથે ટ્રક ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ જે.જે.જાડેજા અને ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમા સહિત પરીક્ષિતસિંહ ઝાલા, યશપાલસિંહ રાઠોડ, રવિભાઈ પરાલીયા તથા પેરોલ ર્ફલો સ્કોડના મનસુખભાઈ રાજાભાઈ, ભુપેન્દ્રસિંહ રાઠોડ, જયપાલસિંહ પરમાર, અનિરુદ્ધસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ મથકના પીએસઆઇ ચલાવી રહ્યાં છે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
