News of Tuesday, 24th September 2024
કેશોદ વિસ્તારમાં વર્તમાન ચોમાસાના એક છેલ્લા વરસાદની તાતી જરૂરિયાત

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૩: વર્તમાન ચોમાસુ આ વરસ માટે વિદાય લેવા લગભગ આંગણે જઇ ઉભુ છે. પરંતુ જતા જતા પણ એકાદ સારો વરસાદ વરસાવી દે તો આ વિસ્તારના ધરતીપુત્રોને કેરોડો રૂા.નો ફાયદો થવાની શકયતા છે. આજે લગભગ દરેક ખેડૂત પોતાના ખેતરમાં ઉભેલા ચોમાસુ પાકને બચાવવા માટે ફુવારા પધ્ધતિથી અથવા તો ઇલેકટ્રીક મોટરથી પાણી પહોંચાડવા દિવસ રાત ઝઝુમી રહ્યા છે.
સામાન્ય રીતે દર વરસે આ વિસ્તારમાં ચાલીસ જેવો વરસાદ થાય છે અને આ વરસાદમાં આ વિસ્તારનો મુખ્ય ચોમાસુ પાક મગફળી તૈયાર થઇ જાય છે અને ખેતરોમાં કુવામાં પણ ભરાય જાય છે.
તેના બદલે આ વરસે અત્યાર સુધીનો સીઝનનો કુલ વરસાદ લગભગ ૭૦ ઇંચનો આંકડો આંબી ગયો છે. પરંતુ છેલ્લા વીસકે દિવસથી મેધરાજાએ વિરામ લીધા બાદ ફરી આગામ થયુ નથી.
દરમિયાન ૯૦ દિવસનો ગણાતા મગફળીના પાકને અત્યારે એક છેલ્લા વરસાદથી જરૂરયિાત છે જો ત્રણેક ઇંચ જેવો વરસાદ થઇ જાય તો અત્યારે જે પાણી પીવરાવવું પડે છે. તે બંધ થઇ જાય તો વર્તમાન ચોમાસાના કારણે જમીન થઇ જાય અને જો તેમ થઇ જાય તો વર્તમાન ચોમાસાના કારણે જમીનમાં પાણીનો જે સંગ્રહ થયેલો છે તે જળવાય રહે પાણી પીવરાવવા પાછળ વતો ખર્ચ બચી જાય અને જે પાણીની બચત થાય તે શિયાળુ પાક માટે ઉપયોગી બની શકે હવે જો અત્યારને પાણીનો જથ્થો વપરાય જાય તો શિયાળુ અને ઉનાળુ પાક માટે પિયત નહિ થવાથી આ બંને પાક નહિ લેવાય જેના કારણે કરોડો રૂા.નું નુકશાન થવાની દહેશત ઉભી થયેલી છે.
જો કે વરસાદ આવવો ન આવવો એ કુદરત આધારિત છે માનવી તેમાં કાઇ કરી શકે તેમ નથી એ પણ એટલી જ નક્કર અને સત્ય હકિકત છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
