<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ગુરૂકૃપાથી જ ભગવાનમાં પ્રેમ જાગે છેઃ પૂ.રાજેન્‍દ્રદાસ મહારાજ

મોરબીના શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે પૂ. કનકેશ્વરીદેવજીના સાનિધ્‍યમાં પૂ.કેશવાનંદબાપુની સમાધીની રજત જયંતિ નિમિતે આયોજીત ભાગવત કથામાં ઉમટતા સંતો-ભાવિકો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૨૪:  મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સદગુરુ કેશવાનંદબાપુની સમાધિની રજત જયંતી નિમિત્તે  પૂ. કનકેશ્વરીદેવીના સાનિધ્‍યમાં તારીખ ૧૯ સપ્‍ટેમ્‍બર થી ૨૫ સપ્‍ટેમ્‍બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 કથાના વક્‍તા ભાગવતકાર જગદગુર, દ્વારાચાર્ય, પૂજ્‍યપાદ રાજેન્‍દ્રદાસ મહારાજે વ્‍યાસપીઠ પરથી મનુષ્‍યના જીવનમાં સદગુરુનું મહત્‍વ અને સદગુરુની ભક્‍તિથી કેવી રીતે જગદગુરુને પ્રસન્ન કરી શકાય તે વિશેનું રસપાન શ્રોતાઓને કરાવ્‍યું હતું.

પૂ. રાજેન્‍દ્રદાસ મહારાજે કથામાં જણાવ્‍યું હતું કે, ગુરુ કળપાથી કંઈપણ અસંભવ નથી. ગુરુકળપાનું ફળ જ ભગવતકળપા છે. વર્ણાશ્રમ વ્‍યવસ્‍થા જ સનાતન છે. શિવજીની કળપાથી જ સમગ્ર સંતતિની પ્રાપ્તિ થાય છે. સદગુરુની સેવાથી જગદગુરુ પ્રસન્ન થતા હોય છે. શ્રી ખોખરા હનુમાન હરિહરધામની શોભા અને વિકાસ પણ ગુરુ નિષ્ઠા અને ગુરુ કળપાનું ફળ છે. સદગુરુને કોઈ વિરલા જ જાણી શકે છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ નું જ સ્‍વરૂપ છે. સદગુરુ કળપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. સાથે જ તેમણે જણાવ્‍યું હતું કે, જીવનમાં દયાનું હોવું પણ ખૂબ જ જરૂરી છે.

પૂ. રાજેન્‍દ્રદાસ મહારાજે વધુમાં કહયું કે, ગુરૂકૃપાથી જ ભગવાનમાં પ્રેમ જાગે છે. શિવ અને નારાયણમાં કોઇ ભેદ નથી. પૂ. ગુરૂજીનો આવો ઉત્‍સવ એ જ કરી શકે જેનામાં ગુરૂજી પ્રત્‍યે સંપુર્ણ નિષ્‍ઠા તેમજ ગુરૂજીની પુર્ણ કૃપા હોય હિન્‍દુ વૈદિક સનાતનની સૌ પ્રથમ ઉપાસના સુર્યઉપાસના છે. પૂ. કેશવાનંદબાપુ પ્રત્‍યે પોતાનો ભાવ તથા ગુરૂ નિષ્‍ઠાના દર્શન એટલે આવો રજત જયંતી મહોત્‍સવ.

શ્રીમદ્‌ ભાગવત કથામાં કાલે જુનાગઢથી જગદગુરૂગર્ગાચાર્યજી મહારાજ, પૂ. જયઅંબા માતાજી ગિરનાર મંડળના સંતો, કચ્‍છના દેવનાથબાપુ, રામપરાથી આઇ શ્રી રૂપલમાં, દ્વારકાધીશ મંદીરના મુખ્‍ય પુજારી તથા કથાકારો, વિદ્વાનો, રાજકીય, સામાજીક  મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.

(11:45 AM IST)