News of Tuesday, 24th September 2024
પોરબંદરમાં ગાંધી જયંતીએ મેડીકલ કેમ્પ તથા સાજા થયેલા રકતપિતના દર્દીઓને સિલાઇ મશીન

પોરબંદર તા. ર૪ : રેડક્રોસ તથા પાયોનિયર કલબ દ્વારા ગાંધી જયંતીએ મેડીકલ કેમ્પ તથા સાજા થયેલા રકતપિતના દર્દીઓને સિલાઇ મશીન વિતરણ કરાશે.
રકતપિતના સાજા થયેલા તમામ ૧૦ દર્દીઓ રોજગારી મેળવીને સ્વાવલંબી બને એ માટે તમામ સાજા થયેલાઓને સિલાઇ મશીન ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર કલબ દ્વારા આપવામાં આવશે. તેમજ વિવિધ નિદાન કેમ્પમાં ગાંધી જયંતીએ સવારે ૮ થી ૩ ગોઢણીયા કોલેજમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના પાયલોટ પ્રોજેકટ ‘વિકલાંગતાથી સક્ષમતા સુધી' ના ભાગરૂપે પોરબંદર ખાતે અવયવો ગુમાવી ચુકેલા લોકોને કૃત્રિમ અવયવો બેસાડવા માટે નિદાન અને એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જરૂરીયાત વાળા દર્દીઓને અવચયો બેસાડવા માટેની કામગીરી પૂ. મહાત્મા ગાંધીના જન્મદિને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર કલબ દ્વારા સેવાયજ્ઞ યોજાશે.
મોઢાના કેન્સરના પ્રારંભીક લક્ષણો ઓળખવા માટે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિષ્ણાંત ડોકટરો દ્વારા મોઢાનું સંપૂર્ણ પરિક્ષણ તેમજ સર્વાઇકલ કેન્સરનું પ્રારંભિક નિદાન કરવા માટે એ ટેસ્ટ કરી કરાશે. કેમ્પમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અમદાવાદ દ્વારા અત્યંત આધુનિક મેમોગ્રાફી વાન પોરબંદર ખાતે આવીને બહેનોને વિનામૂલ્યે કેન્સરનું સ્ક્રીનીંગ ટેસ્ટ એટલે કે મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે.
સર્વાઇકલ કેન્સર માટેનો અત્યંત આધુનિક ટેસ્ટ જે પ્રાઇવેટ લેબોરેટરીમાં મોંઘો હોય છે તે ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
તેમજ બ્રેસ્ટ કેન્સર અવેરનેશ માટે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી અમદાવાદના નિષ્ણાંત ડોકટરો દ્વારા કેન્સર થવાના કારણો વિશે વિસ્તૃત જાણકારી ગોઢાણીયા કોલેજના લેકચર હોલ ખાતે આપવામાં આવશે.
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત બ્રાન્ચ દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર કલબ ઓફ પોરબંદરના સેવાયજ્ઞના શિરપાવ રૂપે અત્યંત આધુીનક મેડીકલ કમ આઇ. સી. યુ. વાનને અર્પણ કરવામાં આવશે. જરૂરીયાતવાળા લોકોએ અને ખાસ કરીને મહિલાઓને સર્વાઇકલ કેન્સર નિદાન કેમ્પ અને મેમોગ્રાફી સ્ક્રીનીંગનો લાભ લેવા તેમજ કૃત્રિમ અવયવોની જરૂરીયાવાળા લોકોએ પણ સેવાયજ્ઞનો લાભ લેવા તેમજ કૃત્રિમ અવયવોની જરૂરીયાતવાળા લોકોએ તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સાગરપુત્ર સમન્વય સંસ્થાની ઓફીસ, જૂની કોર્ટ પાછળ, બપોરે ૩ વાગ્યા સુધીમાં અથવા નીચેના નંબરમાં પોતાનું નામ રજીસ્ટ્રેશન તથા નામ નોંધણી મો. પિયુષભાઇ મજીઠીયા, મો. ૯૮રપર ૮૦૦૭૦, અશોકભાઇ સોની મો. ૭૪ર૩૦ રરરરર નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
