News of Tuesday, 24th September 2024
જામનગરના લોહાણા જ્ઞાતિજનોને મહાસંમેલનમાં ઉમટી પડવા અનુરોધ

જામનગર, તા.૨૪: અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જામનગરના જ્ઞાતિ અગ્રણી જીતુભાઈ લાલના પદગ્રહણ અવસરે આયોજીત રઘુવંશી મહાસંમેલન માટે તૈયારીઓ ચાલી રહી છે.
જામનગર શહેર અને જીલ્લામાંથી પણ વિશાળ સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો આ સંમેલનમાં સહભાગી બને તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અને જામનગર લોહાણા મહાજનવાડી ખાતે ‘સંમેલન કાર્યાલય' કાર્યરત કરવામાં આવ્યું છે.
આ સમેલનમાં જામનગરના લોહાણા જ્ઞાતિજનો વધુમા વધુ સંખ્યામાં જોડાઈને આ ગૌરવવાંકિત ક્ષણના સાક્ષી બને તે માટે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદીએ સર્વે જ્ઞાતિજનોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, ગુજરાતભરના સમાજના પ્રમુખપદે જામનગરને પ્રથમવાર ગૌરવ સાપડયું છે ત્યારે વિરપુર ખાતે તા.૨૯-૦૯-૨૦૨૪ના રવિવારે બપોરે ૩-૩૦ કલાકે આયોજીત કરાયેલા જ્ઞાતિના મહાસંમેલનમાં જામનગરથી લોહાણા જ્ઞાતિજનો પરિવાર સાથે વાહન લઈને આ પ્રસંગને દિપાવવા ઉત્સાહ સાથે જોડાય છે તેવી અપીલ છે.
જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત લોહાણા મહાજનવાડી ખાતે કાર્યરત ‘સંમેલન કાર્યાલય' માં વિરપુર સંમેલનમાં જવા ઇચ્છુક જ્ઞાતિજનોના નામની નોંધણી દરરોજ સાંજે ૬ થી ૮ વાગ્યા દરમ્યાન કરાવવા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદીએ વિનંતી કરી છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
