<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

મોરબીમાં ચાલતા હનુમાન ચાલીસા કેન્‍દ્રોની સંખ્‍યા ૧૦૧એ પહોંચાડવા ડો.પ્રવીણ તોગડીયાનું આહવાન

પૂ.જલારામ બાપા મંદિર ખાતે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દૂ પરિષદની બેઠક યોજાઈ : સંગઠનના સંસ્‍થાપક ડો.તોગડિયાની વિશેષ ઉપસ્‍થિતિ

  મોરબીના પૂ. જલારામ બાપા મંદિર ખાતે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દૂ પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં મોરબીમાં જે હનુમાન ચાલીસા કેન્‍દ્રો ચાલે છે તેની સંખ્‍યા ૧૦૧ થાય ઍ માટે ડો. પ્રવીણ તોગડિયાઍ આહવાન કર્યું હતું. કુંભના મેળામાં લોકોની સેવાનું આયોજન કરવા માટે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દૂ પરિષદ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવશે. તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.

 આ બેઠકના અધ્‍યક્ષ સ્‍થાને આંતરરાષ્‍ટ્રીય હિન્‍દૂ પરિષદ (આં.હી.પ.)ના સંસ્‍થાપક ડો. પ્રવિણભાઈ તોગડીયા , ડો. ગજેરા- અધ્‍યક્ષ આં.હી. પ. સૌરાષ્‍ટ્ર, નિર્મલસિંહ ખુમાણ - સંગઠન મંત્રી આં.હી. પ. સૌરાષ્‍ટ્ર, દામજીભગત , ગીરીશભાઈ ઘેલાણી - ઉપાધ્‍યક્ષ આં.હી. પ. સૌરાષ્‍ટ્ર, સી. ડી. રામાવત - જિલ્લા અધ્‍યક્ષ આં. હી. પ. , પ્રતાપભાઈ ચગ -જિલ્લા ઉપાધ્‍યક્ષ આં. હી. પ., ભાવિન ઘેલાણી- શહેર અધ્‍યક્ષ આં. હી. પ., નિર્મિત કક્ક્‌ડ- શહેર મંત્રી આં. હી. પ., લખન કક્કડ - રાષ્‍ટ્રીય બજરંગ દળ, શ્‍યામ ચૌહાણ સહિતના ઉપસ્‍થિત રホા હતા.

(12:58 PM IST)