<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન પાસે ટ્રેનમાંથી પડી જતા અજાણ્‍યા પુરૂષનું મોતઃ વાલી વારસની શોધ

(લિતેશ ચંદારાણા- મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૪: વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન નજીક મેલડી માતાજીના મંદિર પાસે પેસેન્‍જર ટ્રેનમાંથી પડી જતા એક અજાણ્‍યા ૩૫ વર્ષ ઉંમરના પુરૂષનું મોત થતા રેલ્‍વે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી ગઇકાલે સાંજે કોઇ પેસેન્‍જર ટ્રેનમાંથી પડી જવાથી માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી એક અજાણ્‍યા ૩૫ વર્ષીય પુરૂષનું મોત થયું હતું. આ બનાવમાં રેલ્‍વે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતક યુવાન જેણે શરીરે સફેદ કલરનું ટુંકી બાયનું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્‍ટ પહેરેલ હોય તે ઉપરની ફોટાવાળા મૃતકની કોઇ ઓળખ મળે તો રેલ્‍વે પોલીસના ધર્મેન્‍દ્રસિંહ જાડેજાનો મો.૬૩૫૨૬ ૩૫૫૨૫ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:59 PM IST)