તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 24th September 2024
વાંકાનેરઃ લગ્નની લાલચ આપી મહિલા ઉપર દુષ્કર્મ ગુજારનાર શાહરૂખ ચૌહાણની ધરપકડ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪ :. વાંકાનેર પંથકમાં મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે આજથી ર૦ દિવસ પહેલા તેમજ તા. ર૩-૯ ના રોજ બપોરે બારેક વાગ્યે, પિડીત મહિલાના કહેવાનુસાર તે ઘરે એકલી હતી ત્યારે અમારા વિસ્તારમાં રહેતા ‘પ્રેસવાળા' તરીકે ઓળખાવતા પત્રકાર શાહરૂખ ઉર્ફે ગુડોએ લગ્ન કરી લેવાની લાલચ આપી મારી સાથે શરીર સંબંધ બાંધી પછી લગ્નનો ઇન્કાર કર્યો હતો.
વાંકાનેર પંથકમાં રહેતી મહિલાએ ફરીયાદ નોંધાતા પીઆઇ એચ. વી. ઘેલાએ ગુનો દાખલ કરી આ બનાવની તપાસ મહિલા પીએસઆઇ ડી. પી. કાનાણી એ હાથ ધરી છે.પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપી શાહરૂખને દબોચી લીધો હતો.
વાંકાનેરમાં આ બનાવની સોશ્યલ મીડિયાના પત્રકારોમાં ભારે ચર્ચા જાગી છે. આ બનાવ બાદ હજુ પણ બીજા ગુના દાખલ થાય શકયતા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
