News of Tuesday, 24th September 2024
મોરબીઃ તલવારથી કેક કાપનાર જીઆરડી જવાન સામે ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારાા મોરબી, તા., ૨૪: મોરબી તાલુકા પોલીસ મથકમા ગ્રામ રક્ષક દળમા નોકરી કરતા શખ્સે ગત તા.૨૦ના રોજ ઉંચી માંડલ નજીક સ્કોર્પિયો કારના બોનેટ ઉપર કેક રાખી તલવાર વડે કેક કાપવા મામલે વાયરલ થયેલ વીડિયો અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ અને વાંકડા ગામની સીમમાં ચોકડી નજીક આરોપી હરેશ પોપટ સોલંકી નામના જીઆરડીમાં નોકરી કરતા શખ્સે કાયદો હાથમાં લઈ સ્કોર્પિયો કારના બોનેટ ઉપર કેક તેમજ અન્ય ફોટોગ્રાફ રાખી તલવાર વડે કેક કાપતો હોય તેવો વીડિયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કર્યા બાદ આ વીડિયો વાયરલ થતા જાહેરનામા ભંગ તેમજ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો મુજબ આ કળત્ય આચરી લોકોમાં ભય ફેલાય તેવું કળત્ય કરવા સબબ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
