હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

જામનગર તા.૨૪: સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે ૬૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતાં પદાધિકારીશ્રીઓ અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા આધુનિક પધ્ધતિ અને તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા અને તાલુકા પંચાયતો થકી થાય છે. ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીશ્રીઓને પણ કામ કરવામાં સરળતા રહેશે જેનો ફાયદો લોકોને પણ થશે. ભ
આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તાલુકાનું મિની સચિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધાસજ્જ હોવાથી વહીવટી નિર્ણયો લેવામાં તેમજ અન્ય કામગીરી કરવામાં તંત્રને સાનુકૂળતા રહેશે. તેમજ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે. સાથે કચેરીના સ્ટાફ અને અરજદારોના વાહનો માટે પણ વિશાળ ર્પાકિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મંત્રીશ્રીએ તાલુકા પંચાયતના આંગણમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વડાઙ્ખધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા તેમજ ભવનમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને સૂચન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું પણ આગામી સમયમાં નવનિર્માણ કરવાના પ્રયાસો ચાલુ છે. ભવિષ્યમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું નિર્માણ થવાથી હજારો લોકોને તેમજ તંત્રને કામગીરી કરવામાં સરળતા રહેશે.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કૃતિઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કેબિનેટમંત્રીઓશ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમય દરમિયાન તંત્રએ કરેલી કામગીરી બદલ સંતોષ વ્યકત કરી કલેકટરશ્રી બી.કે. પંડયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજનું પુષ્પગુચ્છ આપી સમ્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. તથા જામનગર તાલુકાના વિકાસ માટે સતત કાર્યશીલ એવા તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયાનું સાલ ઓઢાડી સમ્માન કર્યું હતું.
જામનગર તાલુકા પંચાયત ભવનની વિશેષતાઓ
નવું બિલ્ડીંગ કુલ રૂપિયા ત્રણ કરોડ, તેર લાખ, અડતાળીસ હજાર, ચારસો પંદર (૩,૧૩,૪૮,૪૧૫) ના ખર્ચે તૈયાર થયું છે.ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચેના ભાગે તમામ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ માટે કાર્યાલયો આવેલા છે તેમજ વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે તેવી જ રીતે ઉપરના માળે મોટો સભાખંડ આવેલ છે અને અન્ય વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે. હાલની પરિસ્થિતિ મુજબ વિશાળ સુવિધાઓ અને આધુનિક સગવડતાવાળું તાલુકા પંચાયત કચેરી જામનગરનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવેલ છે.
આ અગાઉ જે જુનું બિલ્ડીંગ હતું તે બિલ્ડીંગ જે તે વખતની જરૂરીયાત મુજબ બનાવેલું હતું પરંતુ થોડુંક નીચું હોવાથી ચોમાસામાં તાલુકા પંચાયત બિલ્ડીંગમાં પાણી ભરાય જતા હતા અને મુશ્કેલી પડતી હતી. હવે આ નવું બિલ્ડિંગ ઘણું ઉચું બનાવવામાં હોય કચેરીમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે નહીં. સાથે સાથે કચેરીના સ્ટાફ તથા અરજદારશ્રીઓના વાહનો માટે પણ વિશાળ ર્પાકિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી રમેશભાઈ મૂંગરા દ્વારા ઙ્કાસંગિક ઙ્કવચન આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના ઉપઙ્ખમુખશ્રી હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંગીતાબેન દૂધાગરા, કારોબારી ચેરમેનશ્રી ચંપાબેન પરમાર, હાપા એપીએમસીના ચેરમેનશ્રી મુકુન્દભાઈ સભાયા, જામનગર ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેન્કના ડાયરેકટરશ્રી ધરમશીભાઈ ચનિયારા, અગ્રણીશ્રી વિનુભાઈ ભંડેરી, મહામંત્રીશ્રીઓ, ગ્રામ્ય પાંત અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિમલ ગઢવી, પૂર્વ સાંસદશ્રી ચંદ્રેશ પટેલ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM