<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

મુકતાનંદબાપુ મોરબી પધાર્યા

  જુનાગઢ : અખિલ ભારતીય સાધુ સમાજ /અગ્નિ અખડાના પ્રમુખને માનવસેવા જીવદયાના હિમાયતી એવા ચાંપરડાં  પરમ પૂજ્ય સંત શિરોમણી પૂજ્ય મુકતાનંદબાપુ હાલ મોરબી ખાતે ખોખરા હનુમાન  શ્રી કનકેશ્વરી દેવી આશ્રમ ખાતે ચાલતી ભાગવત કથામાં હાજરી આપવા માટે પધારેલ જે કથા વિરામ બાદ મોરબી સલતનપર રોડ પર આવેલ કાસા વિકટરી ફાઈ સીરામીક કમ્પની ખાતે પધરામણી કરી કમ્પની સ્ટાફ બહેનો દ્વારા પૂજ્ય બાપુ ના સામેયા કરેલ કમ્પની માલિક ક્રમ ભાગીદારો  પંકજભાઈ કુંડારિયા. ખોડીદાસ ભાઈ કુંડારિયા મયુર ભાઈ કુંડારિયા સ્મિત ભાઈ દેત્રોજા પંકજ ભાઈ દેત્રોજા ચિંતન ભાઈ તથા રાજુ ભાઈ વાછાણી દ્વારા શાલ થી ભાવ પ્રગટ કરેલ  કમ્પની માં કામ કરતા કારીગરો મજૂરો માર્કેટિંગ કરતા તમામ લોકો કમ્પની ના હાથ પગ છે તેવો તથા તેમના બાળકો પરિવાર શિક્ષિત બને વ્યસન મુકિત બને તો તેવો નો વિકાસ થાય તો કમ્પની નો વિકાસ થાય દરેક ક્ષેત્ર માં નીતિ મતા રાખવી દેશ ને વફાદાર રહેવું વગેરે  માહિતી બાપુ એ સાથે સાથે સુરત ના ઉદ્યોગકાર સવજી ભાઈ ધોળકિયા ના ઉદાહરણ આપી  બાપુએ કંપનીની ઉત્પાદન વ્યસ્થા તથા લેબર મજુરો ના ઉથાન અંગે માહિતી વગેરે બાબતે નિરીક્ષણ કરેલ ને વિગતો જાણેલ. આ તકે મોરબી DYSP સારડા  મોરબી LCB PI પંડ્યા  પણ હાજર રહી બાપુ ના આશીર્વાદ લીધા હતા.

(1:30 PM IST)