<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

પત્નીએ રૂપિયા ન આપતા પતિએ દીકરાને છરી મારી

કચ્છના ગાંધીધામમાં પોલીસે આરોપી મનદીપ ટાંકને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : અત્યારે નાની મોટી વાતોમાં આંતરિક સંબંધો વિસારે પાડી કરાઈ રહેલા હિંસક હુમલાઓના બનાવો સમાજમાં વધી રહ્યા છે.ઙ્ગગાંધીધામમાં ખોડિયાર નગરમાં રહેતા મનિષાબેન મનદીપ ટાંકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ઘ પુત્રને છરી મારવાની ફરિયાદ લખાવી છે. પતિ મનદીપ ટાંકે પત્ની મનીષા પાસેથી ૫૦૦ રૂપિયા માંગ્યા હતા.ઙ્ગ ઙ્ગ ઙ્ગ ઙ્ગ ઙ્ગ

પત્નીએ ના પાડતા પતિએ અપશબ્દો ભાંડી દીકરા વીરને ગળાના ભાગે છરી મારતાં ૮ ટાંકા આવ્યા હતા. પોલીસે આરોપી મનદીપને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.

(2:04 PM IST)