<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી વાદળા છવાયાઃ બોટાદ-ભાવનગર પંથકમાં ઝાપટા

ચોમાસાની વિદાયના સમયે ફરી વરસાદી વાતાવરણ

રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારે ફરી વાદળા છવાઇ જતા વરસાદ વરસે તેવા એંધાણ વર્તાઇ રહયા છે. આજે સવારે બોટાદ-ભાવનગર પંથકમાં ઝાપટા વરસ્‍યા છે.

ચોમાસાની વિદાયના સમયે ફરી વાદળછાંયા વાતાવરણ છવાઇ ગયું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર આસપાસના વિસ્‍તારોમાં આજે સવારે વરસાદી ઝાપટા પડતા રસ્‍તા ભીના થઇ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

બોટાદ જીલ્લાના રાણપુર તથા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૭, મહતમ તાપમાન ૩પ.પ, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતી ૮.૮ કી.મી. રહી હતી.

(3:53 PM IST)