News of Tuesday, 24th September 2024
કાલે બુધવારે અંજારમાં વિનામુલ્યે દંતયજ્ઞઃ જાલંધરબંધ યોગથી દાંત કાઢી અપાશે
દંતવૈદ્ય પુનિતભાઇ શુકલની સેવાઃ રોટરી કલબ ઓફ અંજાર દ્વારા આયોજન

રાજકોટ : રોટરી કલબ ઓફ અંજાર તરફથી સ્વ. શ્રી ભવાનજી નરભેરામ ચંદેની સ્મૃતિમાં તેમની ર૬ મી પુણ્યતીથીએ તા. રપ બુધવારે દાંતના દર્દીઓને દાંતના રોગોનું નિદાન ચિકિત્સા-ઉપચાર તેમજ જરૂરીયાત મંદ દર્દીઓને ઇંજેકશન આપ્યા વગર યોગ અને આયુર્વેદિક પધ્ધતિ 'જાલંધરબંધ યોગ' દ્વારા દાંત કાઢી આપવામાં આવશે. તેમજ પાન, બીડી, સીગારેટ, તમાકુ, ગુટખા જેવા વ્યસન છોડાવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ દંતયજ્ઞમાં રાજકોટના સુપ્રસિધ્ધ દંતવૈદ્ય પુનિતભાઇ લાભશંકરભાઇ શુકલ પોતાની સેવા આપશે. તેઓ ૧૯૭૯ થી આ ક્ષેત્રમાં કાર્યરત છે. અને ૪પ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ અંદાજીત ૧૦૬૦ દંતયજ્ઞના કેમ્પ કરી ચૂકયા છે, ૪૭ થી પર હજાર જેટલા દર્દીઓની ચિકિત્સા-ઉપચાર કરી ચૂકયા છે. રોટરી કલબ ઓફ અંજાર તરફથી તેમનો ૧૭મો દંતયજ્ઞ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે. તા. રપ બુધવાર, સમય સવારે ૯-૩૦ થી ૧-૩૦, સ્થળ રોટરી હોલ, જીઇબી ઓફીસ સામે, અંજાર (કચ્છ), વધુ વિગતો માટે હરેશ વૃજલાલ ઠક્કર પ્રેસિડેન્ટ મો. ૯૩૭૭૮ ૪૪ર૮૯, ચંદ્રકાન્ત શિવજી પલણ પ્રોજેકટ ચેરમેન મો. ૯૮રપ૧ ૭૮૭ર૦, સેટે. સુનિલ વૃજલાલ મહેતા, સેક્રેટરી મો. ૯૪ર૭૪ ૪૩૩૬૬
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
