<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

પતિ સાથે બોલાચાલી થતાં ગુસ્સામાં પત્નીએ જીવ દીધો

કચ્છના ગાંધીધામમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર પાસે બનાવ :પતિ નજીક રહેતા સાળાને સમજાવટ માટે લઈ આવે તે પહેલાં જ ફાંસો ખાધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :   ઘરેલુ કંકાસના બનાવમાં આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સયુંક્ત કુટુંબ હતા ત્યારે પરિસ્થિતિ વડીલો સંભાળી લેતા હતા. પરંતુ અત્યારે એકલા રહેતા નાના પરિવારોમાં વણસતી પરિસ્થિતિનું પરિણામ મોટેભાગે આઘાતજનક આવી રહ્યું છે.

          કચ્છના ગાંધીધામમાં કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારના બાપા સીતારામ નગરમાં રહેતા યુવા દંપતિ વચ્ચે બોલાચાલી બાદ ૩૨ વર્ષીય દિવ્યાબેન અજય મકવાણાએ લુંગી વડે ગળે ફાંસો ખાઇ જીવ દીધો હતો.

       બોલાચાલી બાદ તેમના પતિ અજય મકવાણા નજીકમાં રહેતા સાળા ઈશ્વર રામાભાઈ વાલ્મિકી ને બોલાવવા દોડી ગયા હતા. તેઓ પરત ઘેર આવ્યા તે પહેલા જ દિવ્યાબેને પોતાનો જીવ દઈ દીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:43 AM IST)