તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 25th September 2024
ભુજ, મોરબી, રાજકોટ વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન શરૂ થવાના એંધાણ
બપોરે બે વાગ્યે ઉપડતી રાજકોટ ભોપાલ ટ્રેનને કનેક્શન મળે એ હેતુ સાથે ભુજ-રાજકોટ ટ્રેનનો સમય અડધો કલાક વહેલો કરી બપોરે ૧ વાગ્યે રાજકોટ પહોંચાડે એવી ગાંધીધામ ચેમ્બર દ્વારા રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : સૌરાષ્ટ્ર કચ્છ ફરી એકવાર ટ્રેન વ્યવહારથી જોડાય એવા એંધાણ સાથે તૈયારીઓ થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજથી સવારે ૬.૫૦ વાગ્યે ટ્રેન ઊપડી અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, મોરબી થઈ ટ્રેન રાજકોટ બપોરે ૧.૩૫ વાગ્યે પહોંચશે. વળતા રાજકોટથી ૨.૩૦ વાગ્યે ઊપડી એ જ રૂટ ઉપર થી પરત ફરી રાત્રે ૯ વાગ્યા આસપાસ ભુજ પહોંચાડશે.
દરમ્યાન ગાંધીધામ ચેમ્બર દ્વારા બપોરે બે વાગ્યે ઉપડતી રાજકોટ ભોપાલ ટ્રેન ને કનેક્શન મળે એ હેતુ સાથે ભુજ રાજકોટ ટ્રેન નો સમય અડધો કલાક વહેલો કરી બપોરે ૧ વાગ્યે રાજકોટ પહોંચાડે એવી રજૂઆત કરાઈ છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
