News of Wednesday, 25th September 2024
ધ્રોલમાં મકાનમાંથી રૂા. ૧.૮૦ લાખના રોકડ - દાગીનાની ચોરી
મકાન માલીક એક દિવસ વાડીએ ગયા અને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : જામનગર હાઇવે પર નિલકંઠ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની ફરિયાદ બાદ અજાણ્યા શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૨૫ : ધ્રોલમાં ૧.૮૦ લાખના દાગીના અને રોકડની ચોરી થઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા નદીના કાંઠા નજીક આવેલ ભવ્યગ્રીન સોસાયટી પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા વિજયભાઈ વલ્લભભાઈ મુંગરા ના રહેણાંક મકાનમાં ૧૮ તારીખે સવારે વાડીએ કામ બાબત ગયા હોય અને ૧૯ તારીખ ઘરે આવતા રહેણાંક મકાનમાં અજાણ્યો શખ્સો એ મકાનના દરવાજાના તાળા તોડી નકુચો તોડી મકાનમાં અંદર રૂમમાં કબાટમાં દરવાજાનો લોક તોડી તિજોરીમાં તથા કબાટમાં રાખેલ રોકડ રૂપિયા રૂપિયા, સોના ચાંદીના દાગીના ચોરી ગયા છે.
જેમા (૧) આશરે અડધા તોલાનો સોનાનો ચેન જેની કી. રૂ.૨૦,૦૦૦ તથા નં.(૨) સોનાની વીંટી નંગ-૧ આશરે દોઢ તોલાની જેની જેતે વખતની આશરે કિ.રૂ.૨૫,૦૦૦ તથા નં-(૩) સોનાની બુટી નંગ-ર જોડી નંગ-૧ જે શરૂ વાળી જે આશરે દોઢ તોલા જેટલી જેની જેતે વખતની આશરે કિ.રૂ.૭૦૦૦૦ તથા નં.(૪) સોનાની બુટી નંગ-૨ જોડી નંગ-૧ આશરે અડધા તોલાનો જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦ તથા નં.(૫)સોનાના ઓમ નંગ-ર જે બંનેની આશરે કિ.રૂ.૬૦૦૦ તથા નં.(૬) ચાંદીનો કમરે પહેરવાનો કંદોરો આશરે ત્રણસો ગ્રામનો જેની જે તે વખતની આશરે કિ.રૂ.૧૫૦૦૦ તથા નં.(૭) ચાંદીના એક જોડી સાકરા નંગ- ર જેની આશરે કિ.રૂ.૧૫૦૦ તથા નં.(૮) ચાંદીનું નાળીયેર જેની આશરે કિ.રૂ.૩૦૦૦ તથા નં(૯)ચાંદીના સીક્કા નંગ-પ જેની આશરે કિ.રૂ.પ૦૦૦ તથા નં.(૧૦) કબાટના ખાનામાં રાખેલ રોકડા રૂપીયા ૨૦,૦૦૦ તથા નં(૧૧) કબાટમાં રાખેલ પર્સ જેમાં ફરીયાદીની ધ્રોલ બેન્ક ઓફ ઇન્ડીયાની બેંન્કની પાસબુક તથા ખેતીવાડીના કપાસ-મગફળીના વેચાણના બીલો મળી ઉપરોકત સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા મળી કુલ કિ.રૂ.૧,૮૦,૫૦૦ ના મુદામાલની અજાણ્યા શખ્સોએ ચોરી કરી નાસી ગયાની મકાન માલિક વિજયભાઈ વલ્લભભાઈ મુંગરાએ પોલીસ ફરીયાદ નોંધાવી ધ્રોલ પી.એસ.આઈ પી.જી. પનારા એ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
