News of Wednesday, 25th September 2024
ઉના પીપલ્સ કો-ઓપ બેન્કની ૪૦મી વાર્ષિક સાધારણ સભા મળીઃ પ્રગતિની રૂપરેખા તથા સાઇબર ક્રાઇમથી બચવા માર્ગદર્શન

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૪: ધી ઉના પીપલ્સ કો. ઓપ. બેંક ની ૪૦ મી વાર્ષિક સાધારણ સભા બેંકનાં સભાસદો તેમજ ગ્રાહકોને બેંક નાં વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ જેઠવાણી ,વાઈસ ચેરમેન મિતેષભાઇ શાહ, બેંકના જનરલ મેનેજર/સી ઈ ઓ મીનાક્ષીબેન ધોળકીયા, મુખ્ય અતિથિ ઊના મત વિસ્તાર નાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ,બેંક નાં પુર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ ગટેચા, વિજયભાઈ કમવાણી વર્તમાન બોર્ડના તમામ ડાયરેક્ટરની હાજરીમાં યોજાયેલ હતી
આ સાધારણ સભામાં વર્તમાન સમય મા બેંક દ્વારા અપાતી વિવિધ પ્રકાર ની સેવાઓ,ધીરાણો,અને સભાસદો ને મળતાં લાભો તેમજ બેંક દ્વારા ઊના, ગીરગઢડા અને દેલવાડા ખાતે નવી બ્રાન્ચ ની થતી કામગીરી અંગેની વિસ્તળત માહિતી સાથે બેંક દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કરેલાં નફા રૂ. ૯૬.૪૮ લાખ અંગેની આંકડાકિય સમજણ સાથે નો સભાસદોને એહવાલ આપેલ હતો અને દરેક સભાસદોને આ બાબતે પોતાનો પ્રતિભાવ જાહેર મીટીંગમાં આપવા આહવાન કરાતા સભાસદોએ ધી ઊના પીપલ્સ કો ઓપ બેંક ની દિન પ્રતિદિન થતી પ્રગતિ અને દૈનિક કામકાજ અંગે વિヘાસ પ્રગટ કરતાં તાલી ઓની ગૂંજ સાથે વર્તમાન શાસકો અને કર્મચારીની ઉત્કળષ્ટ કામગીરીને બિરદાવી હતી
ઉના પીપલ્સ કો. ઓપ બેંકનાં દૈનિક એજન્ટો કે જેઓ ઘરે ઘરે અને દુકાને દુકાને જઈને દૈનિક બચતના ગ્રાહકોને બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ કરે છે તેમની નિષ્ઠાપૂર્વક ની સેવાને બિરદાવી બેન્ક દ્વારા તેમનુ પ્રથમ વખત સન્માન કરાયું હતુ આ ઊપરાંત વેપારીની સંસ્થા જે બેંકનાં સંકલન સાથે સંકળાયેલ હોય તેવાં ચેમ્બર ઓફ કોમર્સ ઊનાના નવયુકત થયેલા તમામ હોદેદારો ત્થા કારોબારી મેમ્બર અને શહેરમાં નિષ્ઠા અને પારદર્શક રીતે કોઈ પગાર નહીં પણ લોકો ને મુશ્કેલી ન પડે તેવાં આશ્રય સાથે ઊભા પગે ટ્રાફિક સમસ્યાને હલ કરતા નાના વર્ગના કર્મચારી જી.આર.ડી.જવાન હાશમભાઈ ઈશાભાઈ શેખ તેમજ સામાજિક સેવાઓ કરતી સંસ્થા જલારામ મિત્ર મંડળ,ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ , એક દિવાળી માનવતાની, ગૌરક્ષા દળ તેમજ લક્ષ્ય ફાઉન્ડેશન સહિતની સેવા ભાવી સંસ્થાઓના અગ્રણીનુ શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
સાઈબર ક્રાઈમ ફોર્ડ થી બચાવી શકાય તેવાં આશય સાથે ગીર સોમનાથ જિલ્લા સાઈબર સેલનાં પી આઈ ચૌહાણ અને તેમની ટીમે સર્વ પ્રથમ વાર ધી ઉના પીપલ્સ કો ઓપ બેંકનાં સહયોગ થી ટાઊન હોલ ખાતે સાયબર ક્રાઇમ કેવી રીતે બને છે અને કઈ રીતે રોકી શકાય છે તે અંગે પ્રોજેક્ટર ના માધ્યમ દ્વારા સ્ટ્રોંગ પાસવર્ડ નો ઉપયોગ કરવો અને નિયમિત બદલતો રહેવો સંવેદનશીલ માહિતી ગળપત રાખવી કોઈ અજાણી લિંક નો ઉપયોગ ન કરવો.મોબાઈલ સમયસર અપડેટ કરવો,બધી ઓપરેટીવ સિસ્ટમ અપડેટ કરતી રહેવી, કોઈ એપ ડાઉનલોડ તેમજ સોફ્ટવેર ડાઉનલોડ ન કરવાં, સુરક્ષીત વી પી એન કનેક્શન નો ઉપયોગ કરવા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક ઈન્ટરનેટ ની ખાતરી કરવા,અજાણી વ્યક્તિ ની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારવી ,વ્યક્તિગત માહિતી અંગત રાખવી, ફોટા અને પાસવર્ડ નંબર આપતા પહેલા વેરીફીકેશન કરવુ વિગેરે આવી રોજીંદા વેપાર ધંધા રોજગાર સાથે સંકળાયેલા ઈન્ટરનેટ સાથે કનેક્ટ થયેલા સોશિયલ નેટર્વકિંગ સાઈટ, ટ્વિટર, ફેસબુક, વિવિધ પ્રકારના આવતા મેસેજ લિંક ઊપયોગ કરતાં પહેલા સાવચેતી પૂર્વક રહેવા થી સોશીયલ ક્રાઈમ ફોર્ડ અટકાવી શકાય છે તેની વિસ્તળત જાણકારી પોલીસ અધિકારી દ્વારા અપાતા વેપારી અગ્રણીઓ યુવાનો, મહિલાઓ, ડોક્ટરો, સામાજીક, શૈક્ષણિક સંસ્થાના વડાઓએ આ કાર્યક્રમની પ્રસંશા કરી હતી અંતમા સાઈબર સેલ દ્વારા કોઈ સોશ્યલ નેટર્વકિંગનો ભોગ બને તો ચોવીસ કલાકની અંદર પોલીસ સાયબર ક્રાઇમ ફરીયાદ માટે ૧૯૩૦ નંબર ડાયલ કરવા થી કોઈ પણ ફ્રોડ અટકાવી શકાય છે તેવો વિશ્વાસ સંપાદન કરેલ હતો
બેંકનાં ડાયરેક્ટર નટવરભાઈ રાચછ, સરલાબેન છગ, કીરીટભાઇ દેશાઈ, પ્રેમજીભાઈ પાનસુરીયા, કિશોરભાઈ શભુવાણી ભાવેશ ભાઈ જોષી , સહિત નાં ડીયરેકટરો હાજર રહ્યા હતા. આ સમગ્ર સભાનું સંચાલન બેંકના જનરલ મેનેજરશ્રી ની માર્ગદર્શન હેઠળ બેંક ના કર્મચારી સુરેશભાઈ જોષી એ કર્યું હતું અને ભવ્યભાઈ પોપટે આભાર વિધી કરી હતી.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
