<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

મોરબીમાં શામજીભાઇ ચાવડાની છરીના ઘા ઝીંકી હત્‍યા

શામજીભાઇ અને ત્રણ મિત્રો બેઠા હતા ત્‍યાં ઇરફાન દાઢીએ મોબાઇલ બાબતે વાત કરી ઝપાઝપી કરી છરી ઝીંકી દેતા શામજીભાઇનું સારવારમાં મોત થતા બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., રપઃ મોરબીના વેજીટેબલ રોડ પર મારામારી થઇ હોય જેમાં યુવાનને ગંભીર ઈજા પહોચતા તેનું મળત્‍યુ નીપજ્‍તા બનાવ હત્‍યામાં પલટાયો હતો જે મામલે મોરબી બી ડીવીઝન  પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમારે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે કે  શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.૩૫), જગદીશભાઈ બારોટ અને પ્રભુભાઈ એમ ત્રણેય પંચમુખી હનુમાનજી મંદિર પાસે  બેઠેલ હોય દરમિયાન ઈરફાન દાઢી જામ એ આવીને મોબાઈલ બાબતે વાત કરીને ઝપાઝપી કરી બાદમાં છરી વડે શામજીભાઈને આડેધડ મારવા લાગેલ તો જગદીશભાઈને પણ ઈજા પહોચી હતી તેમજ પ્રભુભાઈ કોળીને પણ ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં સારવાર દરમિયાન શામજીભાઈનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

મોરબી બી ડીવીઝન પોલીસે હત્‍યા કરનાર ઇરફાન દાઢી જામ સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:49 AM IST)