News of Wednesday, 25th September 2024
જામકંડોરણા તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તરીકે સંજયભાઇ સુતરીયા ચુંટાયા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. રપઃ તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા કોયાણી સમાજ ભવન ખાતે મળી હતી આ સાધારણ સભામાં થાપણ પર વ્યાજ તથા ફરજીયાત બચત પર વ્યાજ સહિતના મુદાઓ પર ચર્ચાઓં કરવામાં આવી હતી તેમજ મંડળીની કામગીરીથી સભાસદોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સભામાં નિવળત થતાં શિક્ષક સભાસદનું શ્રીફળ પડો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સભાસદોના તેજસ્વી બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ સભામાં મામલતદાર કે. બી.સાંગાણી,તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ બોરખતરીયા, મંડળીના હોદેદારો, શિક્ષક સંઘના હોદેદારો, તેમજ મંડળીના સભાસદ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી.સાધારણ સભા બાદ કારોબારી કમિટીની બેઠક મળી હતી જેમાં મંડળીના પ્રમુખની ચુંટણી કરવામાં આવી હતી જેમાં કુલ ૧૩ સભ્યોમાંથી મંડળીના ચાલુ પ્રમુખ વિજયભાઈ રાણપરીયાને ૫ મત મળેલ જયારે સંજયભાઈ સુતરીયાને ૮ મત મળતા આગામી ચાર વર્ષ માટે સંજયભાઈ સુતરીયા મંડળીના ઙ્કમુખ તરીકે ચુંટાયા હતા મંડળીના નવા ઙ્કમુખ સંજયભાઈ સુતરીયાને કારોબારી સભ્યો તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
