<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

મોરબીમાં વીજ કનેક્‍શન આપવાની માંગ સાથે ફ્‌લેટ ધારકોની રજૂઆત

બિલ્‍ડરની બેદરકારી અને તંત્રના નિયમો વચ્‍ચે ફ્‌લેટ ધારકો લાચાર

  (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૪ : મોરબીના શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં અનેક ફ્‌લેટ ધારકોને પીજીવીસીઍલ દ્વારા વીજ કનેક્‍શન ન આપવામાં આવતા ઘણા સમયથી ફ્‌લેટ ધારકો રજૂઆતો કરી રホા છે. ત્‍યારે આજે મોટી સંખ્‍યામાં ફ્‌લેટ ધારકો કલેક્‍ટર કચેરીઍ પહોંચ્‍યા હતા અને વીજ કનેક્‍શન આપવાની માગ સાથે કલેક્‍ટરને રજૂઆત કરી હતી.

 મહત્‍વનું છે કે, રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટના બાદ મોરબી જિલ્લામાં પણ તંત્ર દ્વારા નિયમોમાં કડકાઈ અજમાવવાની શરૂઆત કરી છે. જેના કારણે જે બિલ્‍ડિંગ પાસે મંજૂરી અને ફાયર સેફ્‌ટીની સુવિધા ન હોય તેવા બિલ્‍ડિંગમાં પીજીવીસીઍલ દ્વારા વીજ કનેક્‍શન આપવામાં આવતા નથી. જેના કારણે હાલ મોરબી શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આશરે ૩૩૦૦ જેટલા ફ્‌લેટ ધારકો વીજ કનેક્‍શન વિના મુશ્‍કેલીમાં મૂકાયા છે અને ફ્‌લેટ હોવા છતાં ભાડાના મકાનમાં રહેવું પડી રホાં છે. આમ બિલ્‍ડરની બેદરકારી અને તંત્રના કડક નિયમો વચ્‍ચે સામાન્‍ય ફ્‌લેટધારકોની સ્‍થિતિ સુડી વચ્‍ચે સોપારી જેવી થઈ છે. જેથી આજે ફ્‌લેટ ધારકોઍ મોરબી જિલ્લા કલેક્‍ટરને મળીને વીજ કનેક્‍શન મળે તે અંગે રજૂઆત કરી હતી. આ બાબતે મોરબી જિલ્લા કલેક્‍ટરે ફ્‌લેટ ધારકોને જણાવ્‍યું હતું કે તેઓ આ અંગે મુખ્‍યમંત્રીને રજૂઆત કરી યોગ્‍ય કરવા જણાવ્‍યું હતું

(12:20 PM IST)