News of Wednesday, 25th September 2024
૫૦ લાખ પરત ન આપતા જામનગરના રાજેશ ખન્નાનો આપઘાત
હાર્દિક ગીરીશભાઇ વોરાએ લોન લઇને રૂપિયા આપ્યા હતા જે પરત ન દેતા માનસીક દબાણમાં આવી ગયા હતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: રૂા. પ૦ લાખ પરત આપવાની ના પાડી દેતા રાજેશ મોતીરામ ખન્નાએ આપઘાત કરતા મૃતકની પત્નિએ ફરીયાદ કરી છે.
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મમતાબેન રાજેશભાઈ મોતીરામ ખન્ના, ઉ.વ.૪ર, રે. રોજી પેટ્રોલપંપ શાંતી હાર્મોની, વીંગ-ઇ, ૧૦૦૧ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૯-ર૦ર૪ના ફરીયાદી મમતાબેનના પતિ રાજેશભાઈએ આરોપી હાર્દિકભાઈ ગીરીશભાઈ વોરા ને ભભકોમલ સેલ્સ એજન્સીભભ નામે સેલ્સ એજન્સી ચલાવવા માટે પોતાના તથા પોતાની પત્નીના નામે અલગ અલગ બેંક માંથી લોન લઈ કુલ રૂ.પ૦,૦૦,૦૦૦/- જેટલી રકમ આરોપી હાર્દિકભાઈને આપેલ હોય જેનો આરોપી હાર્દિકભાઈએ ફરીયાદી મમતાબેનના પતિ રાજેશભાઈના ધંધામા થયેલ નફા નુકશાનીનો કોઈ હિસાબ નહી આપી તેમજ ફરીયાદી મમતાબેનના પતિ રાજેશભાઈને પોતે રોકેલ પૈસા પરત આપેલ ન હોય જેથી ફરીયાદી મમતાબેનના પતિ રાજેશભાઈએ આર્થીક તંગીથી કંટાળી જઈ તેમજ માનસીક દબાણમાં આવી જતા ફરીયાદી મમતાબેનના પતિ રાજેશભાઈને આરોપી હાર્દિકભાઈ મરવા માટે દુષ્પ્રેરણા કરતા ફરીયાદી મમતાબેનના પતિ રાજેશભાઈ પોતાના રહેણાક મકાને પોતાની જાતે ઝેરી દવા પી જતા મરણ થયેલ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
