<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ભગવાનના નામ માત્રથી જ્ઞાન, ભકિત, કર્મયોગની પ્રાપ્‍તિ થાય : પૂ. કનકેશ્વરીદેવીજી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબીમાં શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સદ્‌ગુરૂ પૂ. કેશવાનંદ બાપુની સમાધિની રજત જયંતિ નિમિતે પૂ. કનકેશ્વરીદેવીજીના સાનિધ્‍યમાં ધર્મોત્‍સવ યોજાયો છે. જેમાં પૂ. રાજેન્‍દ્રદાસ મહારાજના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ યોજાઇ છે.

જેમાં પૂ. કનકેશ્વરીદેવીજીએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, ભગવાનના નામ માત્રથી જ્ઞાન - ભકિત - કર્મયોગની પ્રાપ્‍તી થાય છે. ભગવાન શ્રી કૃષ્‍ણના વિવાહનો દિવ્‍ય આધ્‍યાત્‍મિક દર્શન કરાવ્‍યું હતું.

તંબાકુનું સેવન માંસ સેવન સમાન છે. ધર્મ વિરૂધ્‍ધ જીવનારનું ક્‍યારેય મંગલ થતું નથી.

કથામાં હરિદ્વારથી અગ્નિ અખાડાના મહામંડલેશ્વર ઇશ્વરાનંદજી મહારાજ, સ્‍વામીશ્રી પરમાત્‍માનંદજી, જૂનાગઢથી મહેશગીરીજી મહારાજ, જુના અખાડાના સંરક્ષક શ્રી ભારદ્વાજગીરીજી મહારાજ, બોટાદથી શ્રી આત્‍માનંદ સરસ્‍વતીજી મહારાજ, દેત્રોજથી લખીરામબાપુ, દુધઇથી રામબાલકદાસજી બાપુ, શ્રી બેચરગીરીજી મહારાજ સહિત ઘણા બધા સંતો ઉપસ્‍થિત રહ્યા હતા. વિશેષ પヘમિ સંઘ ચાલક શ્રી ભાડેશીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:45 PM IST)