<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

મોરબીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્‍યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્‍થળ પરથી આ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આગામી તા. ૨૭ના મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાનાર છે. આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓ અન્‍વયે સ્‍થળ પરથી જ લાભ-સહાયનું વિતરણ કરાશે. આ કાર્યક્રમ સુચારૂં રૂપે યોજાય તે માટે જિલ્લા કલેક્‍ટર કે. બી.  ઝવેરીની અધ્‍યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમા જિલ્લાકક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન સંદર્ભે સંબંધિત કચેરીઓને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ વ્‍યવસ્‍થાઓનું આયોજન સુચારૂં રીતે થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્‍થળે પીવાનું પાણી, બેઠક વ્‍યવસ્‍થા, વિવિધ યોજનાકીય સ્‍ટોલ્‍સ, કાર્યક્રમના સ્‍થળે ટ્રાફિક નિયમન, વાહન ર્પાકિંગ, કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીની કામગીરી સહિતના મુદ્દાઓ અનુસંધાને યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું

(1:47 PM IST)