News of Wednesday, 25th September 2024
લાંબા સમય બાદ સુગમ સંગિત નો શ્રેષ્ઠ કાર્યક્રમ માણ્યાની જૂનાગઢના શ્રોતાઓ એ અનુભૂતિ કરી

જૂનાગઢ, તા. રપ : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગિત વિદ્યાલય જૂનાગઢ આયોજિત તથા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળનાં ઉપક્રમે ૅસૂર શબદનાં સથવારેૅ કાર્યક્રમ માં ગુજરાતનાં નામાંકિત ગાયક નયન પંચોલી સાથે સ્થાનીક કલાકારો નીરુ દવે, ચિરાગ સોલંકી, દર્પિત દવે, ધ્વનિત ત્રિવેદી, સાગર રાઠોડ, અવધ ભટ્ટ કુ. મામજ્ઞા ખરોડ દ્વારા સુગમ સંગીત અને ભક્તિ સંગીત ની ઉત્તમ કળતિઓ ની પ્રસ્તુતી થી સંગીત પ્રેમી નગરજનો ઝૂમી ઉઠ્યા આ કલાકારો સાથે સાઝ સંગત ચિંતન લાઠિગરા, તબલા સંગત, ધીરુ ભૂવા, વાયોલિન, તુષાર સોની, કિ બોર્ડ, રિધમ સોની, ઓક્ટોપેડ, આદિત્ય ત્રિવેદી, સાઈડ રિધમ, વિરલ મારુ, ઢોલક દ્વારા સુંદર રીતે નિભાવાય કાર્યક્રમનું સંચલન લોક ગાયક રાજુ ભટ્ટ દ્વારા થયુ હતું.
કાર્યક્રમમાં સંત મહેશગીરીજી મહારાજ કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી, ધારાસભ્ય સંજયભાઇ કોરડિયા કવી મહેન્દ્રસિંહ પઢીયાર
કવિ મિલિંદ ગઢવી, હેમંતભાઇ નાણાવટી, જયકિશન દેવાણી, ગૌરવભાઇ રૂપારેલિયા, રૂપલબેન લાખલાણી, સહિતનાં મહેમાનો ઉપસ્થીત રહ્યા, કાર્યક્રમનાં પ્રારંભે મહેશગિરીજી દ્વારા પ્રેરક માં તેવો સરકાર અને સપ્તક સંગીત વિદ્યાલય દ્વારા થતી સંગિતિક પ્રવળત્તિ ને બિરદાવી હતી, કવી મિલિંદ ગઢવી એ એમના કવ્યતમક ઉદબોધન કરી શ્રોતાઓ ને સંગીત સાથે કવિતાનાં રસ તરબોળ કર્યા, આ તકે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિર્યલનાં કલાકાર મયુર વાંકાની (જેઠાલાલનાં સાળા) ની વિષેશ ઉપસ્થિતિ અને વક્તવ્ય થી શ્રોતાગણ આનંદિત થયાં,
કાર્યક્રમને સફળ બનાવવ સપ્તક સંગીત વિદ્યાલયનાં વિદ્યાર્થિની પાર્થ હિંડોચા, અવધ પટેલ, હાર્દિક જુંજીયા સુરુભા જેઠવા, લબ્ધિ ભટ્ટ, નિષ્ઠા નારસાનાં તથા સમસ્ત બ્રહમસમાજના બહેનો એ જહેમત ઉઠાવેલ કાર્યર્ક્મનાં અંતે આભાર દર્શન સંગીતકાર વિપુલ ત્રિવેદી દ્વારા થયુ હતું.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
