News of Wednesday, 25th September 2024
વિસાવદર પાલિકામાં વર્ષોથી ચૂંટાતા દુધાત્રા દંપતિનો હવે પછીની કોઈપણ ચૂંટણી નહી લડવાનો પ્રેરણારૂપ નિર્ણય
ધારાસભ્યો-જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત-સહકારી ક્ષેત્ર તથા વિવિધ ક્ષેત્રના સમાજ શ્રેષ્ઠીઓ-નગરજનોની વિશાળ ઉપસ્થિતિમાં અનેરો ઋણ સ્વીકાર કાર્યક્રમ સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૨૫: વિસાવદર શહેર તેમજ સમગ્ર વિસાવદર તાલુકામાં રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે સ્વચ્છ પ્રતિભા ધરાવતા વિસાવદર નગરપાલિકા માં છેલ્લી ઘણા વર્ષોથી સેવા બજાવતાં નગરપાલિકા-વિસાવદરના પૂર્વ કોર્પોરેટર, જુનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી તેમજ જુનાગઢ જિલ્લા ભાજપના વિવિધ સંગઠનોમા જોડાઈ હંમેશા સેવા અને સંગઠન સાથે જોડાયેલા એવાં લોકપ્રિય નેતા રમણીકભાઈ દુધાત્રા દ્વારા વિસાવદર લેઉવા પટેલ સમાજ ખાતે દુધાત્રા પરિવારના વડીલ વિનુભાઇ દુધાત્રાના અધ્યક્ષ સ્થાને જેઓએ હર હંમેશ રમણીકભાઈ દુધાત્રાને રાજકીય ક્ષેત્રે હંમેશા સહયોગ આપેલ એવા વિસાવદર જીવાપરા વોર્ડ નં. ૫ના મતદારો તેમજ વિસાવદર શહેરના વિવિધ સહયોગીઓના આભાર વ્યક્ત કરતો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
વિસાવદર પાલિકામાં વર્ષોથી ચૂંટાતા રમણીકભાઈ દુધાત્રા તથા શ્રીમતી વિમળાબેન દુધાત્રા દ્વારા સૌનો સહ્દય આભાર વ્યક્ત કરી હવે પછીના સમયમાં કોઈ પ્રકારની ચૂંટણી નહિ લડવા અંગેની લોકો સમક્ષ જાહેરાત કરવામાં આવેલ. કાર્યક્રમ ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ મહાનુભાવો દ્વારા પોતપોતાના પ્રાસંગિક ઉદબોધનમા રમણીકભાઈ દુધાત્રાની રાજકીય સેવા પ્રતિભા તેમજ સમાજ સેવાઓ લાગણીસભર રીતે બિરદાવેલ.સામાજિક સેવા અંતર્ગત વિસાવદર શહેરની માનવસેવા સમિતિ, સરદાર પટેલ સેવા દળ, ગીર નેચર કલબ, રોટરી કોમ્યુનિટી કોપર્સ, સાંઈનાથ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી, માધવ બેન્ક સહિતની વિવિધ સંસ્થાઓ ના માધ્યમે હરહંમેશ તન, મન અને ધનથી સેવા આપે છે આવી પ્રસંશનીય કામગીરીના માધ્યમે રમણીકભાઈ દુધાત્રા તેમજ તેમના જીવનસાથી શ્રીમતી વિમળાબેન રમણીકભાઈ દુધાત્રા સૌના પ્રિતિપાત્ર બન્યા છે આજ ઋણ સ્વીકાર વિસાવદર ભેસાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્યો હર્ષદભાઈ રીબડીયા, ભૂપતભાઇ ભાયાણી, જુનાગઢ જિલ્લા પંચાયત સદસ્યો શ્રીમતિ ચંદ્રિકાબેન કરશનભાઈ વાડોદરિયા, વિરેન્દ્રભાઈ સાવલિયા, વિપુલભાઈ કાવાણી, વિસાવદર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા, વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા, વિસાવદર સાંઈનાથ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના ચેરમેન ગિજુભાઈ વિકમા, વિસાવદર સિનિયર સિટીઝન મંડળનાં પ્રમુખ સી.વી.જોશી, વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સરધારા, ભાજપ અગ્રણી તેમજ વિસાવદર સિનિયર એડવોકેટ ભાસ્કરભાઈ જોશી, વિસાવદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનિષભાઈ રીબડીયા, કૌશિકભાઇ વાધેલા, કેયુરભાઈ અભાણી, ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ સાવલિયા, એડવોકેટ નયનભાઈ જોશી, સિરાજભાઈ માડકીયા, નિતેશભાઈ દવે, અબુલીભાઈ હીરાણી, જેવિન ચૌહાણ, ઈલ્યાસભાઈ ભારમલ, સુરેશભાઈ સાદરાણી, ચંદ્રકાન્તભાઈ ખુહા, કૌશિકપરી ગોસ્વામી,આસિફ કાદરી,મુકેશ રિબડીયા ,રામશંકરભાઈ મહેતા, ચંદુભાઈ ભટ્ટી , ઉદયભાઈ મહેતા, સહિતના મહાનુભાવો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ. સમારોહ નું શાબ્દિક સ્વાગત બ્રિજેશ દુધાત્રા તેમજ સમારોહ નું સફળ સંચાલન રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ હતુ.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
