News of Wednesday, 25th September 2024
ધોરાજી મહીલા ફોરેસ્ટ ઓફિસરે રાત્રીના લાકડાની ચોરી કરનારને ઝડપી પાડયા
૧૫૭ મણ લાકડાની સાથે બે શખ્સો અને બોલેરો ગાડી અને રિક્ષા કબ્જે કરી

ધોરાજી,તા. ૨૫: ફોરેસ્ટ વિભાગ દ્વારા દેશી બાવળના લાકડાં ચોરી કરી જતા શખ્સોને ઝડપી પાડયા હતા.
ફોરેસ્ટના મહીલા અધિકારી નિહારિકા પંડ્યા અને સ્ટાફને મળેલ બાતમીના આધારે તાલુકાના છત્રાસા ગામ પાસેથી બોલેરો ગાડી અને રિક્ષા માં દેશી બાવળના લાકડાં કાપી વંથલી લાતીમા મૂકવા જઈ રહેલા બે શખ્સો ને ઝડપી પાડયા હતા.
હાલ બે આરોપી ઝડપાયા છે. હજુ અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગત રોજ કરાયેલ રેડમાં ૧૫૭ મણ દોઢ લાખની કિંમતના લાકડાં તેમજ લાકડાની હેરફેર માટેની બોલેરો ગાડી અને એક રિક્ષા સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ધોરાજી તેમજ આસપાસના વિસ્તારોમાં આવી કોઇ પણ પ્રકારની ગેર કાયદેસર પ્રવળત્તિઓ ચલાવી લેવાશે નહી. એક મહીલા ફોરેસ્ટ ઓફિસર એ રાત્રીના સમયે નિર્ભય પણે લાકડાની ચોરી અને આરોપીને ઝડપી પ્રશંશનીય કામગિરી કરી હતી. (તસ્વીર-કિશોર રાઠોડ)
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
