News of Wednesday, 25th September 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાયા

રાજકોટ, તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાંયું વાતાવરણ છવાયેલ છે અને આવા વાતાવરણ વચ્ચે બપોરના સમયે બફારાનો અનુભવ થઇ રહ્યો છે.
મેઘરાજાએ વિદાય લીધી છે પરંતુ અમુક વિસ્તારોમાં ઝાપટા વરસી જાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.૬, મહતમ તાપમાન ૩૩.પ, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતિ ૯.ર કિ.મી. રહી હતી.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
