News of Wednesday, 25th September 2024
જૂનાગઢમાં આઈટીઆઈના ૨ વિદ્યાર્થી પર ૨ શખ્સે પાઇપથી હુમલો કરી મોપેડની લૂંટ ચલાવી
ઇજાગ્રસ્ત બંને યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, પોલીસ તપાસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : આઈટીઆઈમાં અભ્યાસ કરતા અને મધુરમના સુદામા પાર્કમાં રહેતો નવઘણ વરજાંગભાઈ રાવલીયા નામનો યુવાન ગઈકાલે આઈટીઆઈ રિસેસ દરમિયાન જીજે ૧૧ એએફ ૦૬૯૪ નંબરના મોપેડ પર સાથે અભ્યાસ કરતા મિત્ર પાર્થ સાથે નાસ્તો કરવા થતો હતો.
ત્યારે વિવેકાનંદ ગ્રાઉન્ડના ગેટ પાસે સાથે અભ્યાસ કરતો -શાંત સાથે ખાડીયા વિસ્તારમાં રહેતો
કરણ ઉર્ફે પિન્કી અને જયેશ જેન્તી પરમાર નામનો શખ્સ માથાકૂટ કરતા હોય જેથી નવઘણ રાવલીયાએ જઈને પૂછતા બંને શખ્સે ઉશ્કેરાઈ જઈને નવઘણ તેમજ તેના મિત્ર પાર્થ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. અને બાદમાં કરણ તથા જયેશ રૂપિયા ૮,૦૦૦ની કિંમતનાં મોપેડની લૂંટ ચલાવી તેના પર બેસીને નાસી ગયા હતા.
આ હુમલામાં બંને યુવકને ગંભીર પ્રકારની ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને એ ડિવિઝન પોલીસે નવઘણ રાવલિયાની મોડી રાત્રે ફરિયાદ લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઇ એ. એ. પરમાર ચલાવી રહ્યા છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
