હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા. રપઃ જેતપુરના ઉદ્યોગનગર પો. સ્ટે. વિસ્તારમાં રૂરલ એસ.ઓ.જી.એ દરોડો પાડી ગેરકાયદે ફટાકડાનું કારખાનું પકડી પાડી ૩ શખ્સોને ઝડપી લીધા હતા જયારે કારખાનેદારની શોધખોળ હાથ ધરાઇ છે.
આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનો તહેવારમાં કોઇ આસ્મીક માનવસર્જીત ઘટના કે માનવ જીંદગી જોખમાય તેવી દુર્ઘટના ન ઘટે તે માટે રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્સ એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા સ્ટાફ સાથે જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસ.ઓ.જી શાખાના એ.એસ.આઇ જયવિરસિંહ રાણા ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ ભગીરથસિંહ જાડેજા તથા અરવિંદભાઇ દાફડા સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, જીજ્ઞેશ વિરમગામા રહે,સુપેડી વાળાએ નવાગઢ, કેનાલ રોડ બળદેવધાર ની બાજુમાં આવેલ શીવાલય વેર હાઉસ માં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ નામના ગોડાઉન નં.૦૪ માં ગે.કા. રીતે કોઇપણ આધાર કે જરૂરી લાયસન્સ વગર ગોડાઉનમાં નાના-મોટા ફટાકડા બનાવાનુ કારખાનુ ચલાવતા હોય, જે હકિકત આધારે તપાસ કરતા ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે કોઇપણ જાતના લાયસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટેના જુદા-જુદા કેમીકલ તથા રો-મર્ટીરીયલ રાખી ફટાકડા બનાવવાનું કારખાનુ ચલાવી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૬,૩૫૦/- સાથે મળી આવતા ઉદ્યોગનગર પો.સ્ટે ખાતે ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૧૨૫,૨૮૮ તથા સ્ફોટક અધિનીયમ ૧૮૮૪ ની કલમ ૯બી(૧-એ,બી),૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રૂરલ એસએલઓજીએ કારખાનામાંથી (૧) સાહિલ મુકેશભાઇ રામોલીયા ઉ.વ.-૨૨ ધંધો-મજુરી રહે,જેતપુર નવાગઢ પટેલ ચોક (૨) શ્યામુ હાકીમસીંહ કુસ્વાહ ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે,સરગવા પો.સ્ટ. દાતેલી જી.ફીરોઝાબાદ (યુ.પી.) તથા (૩) દેવેન્દ્ર અરવિદભાઇ માથુર ધંધો મજુરી રહે. નગલાની ધરપધકડ કરી હતી. જયારે (૪) કારખાનાના માલીક- જીજ્ઞેશ પરસોત્તમભાઇ વિરમગામા રહે,સુપેડી તા-ધોરાજીની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના અમિતભાઈ કનેરીયા તથાતસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે. પો.હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ,હિતેશભાઇ અગ્રાવત, તથા પો.કોન્સ વિજયગીરી ગૌસ્વામી, શીવરાજભાઇ
,ચીરાગભાઇ કોઠીવાર, તથા રઘુભાઇ ઘેડ જોડાયા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM