News of Wednesday, 25th September 2024
કાલે જામવાડી શ્રી અવલીયા ઠાકર મંદિરે સ્મૃતિ મહા મહોત્સવ
સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ચાદરવિધી, ભંડારો મહાપ્રસાદનું ભવ્ય આયોજન

રાજકોટ તા. ૨૫: શ્રી ચોટીલા અવલીયા ઠાકર મંદિરના મહંત સાકેતવાસી શ્રી મોહનદાસજી સાકેતવાસી શ્રી શીરોમણીદાસજી સ્મૃતિ મહા મહોત્સવ ભંડારાનું કાલે તા. ૨૬ ને ગુરૂવારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાના જામવાડીયા આવેલ સમસ્ત ભરવાડ સમાજના શ્રી અવલીયા ઠાકરની જગ્યા ખાતે કરાયુ છે.
જેમાં પૂ. જગતગુરૂ દ્વારા આચાર્ય શ્રી મલુક પીઠાધીશ્વર એવમ અગ્રપીઠાધીશ્વર સ્વામી ડો. રાજેન્દ્ર દ્વારા દેવાચાર્યજી મહારાજ ના મુખેથી હરિરસપન( શ્રી મલુકપીઠ વૃંદાવન)નું આયોજન કરવામા આવ્યુ છે વ્યવસ્થાપક પૂ. ગંગાદાસજી લલિતપુર મલુકપીઠ વૃંદાવન રહેશે
ચાદરવિધી તા. ૨૬ ને ગુરૂવારે બપોરે ૧૦:૩૦ વાગ્યે પૂ. જગતગુરૂ દ્વારાચાર્ય શ્રી મલુક પીઠાધીશ્વર, સ્વામી ડો. રાજેન્દ્રદાસ દેવાચાર્યજીના કૃપાપાત્ર સંતશ્રી સિયારામદાસ મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવશે બપોરે ૧૨ વાગ્યે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભંડારો - મહાપ્રસાદ યોજાશે.
આ તકે શ્રી વૈષ્ણ મહાવિરકત મંડળ, પૂ. રાઘવદાસજી મહારાજ, શ્રીરામ લક્ષ્મણ,જાનકી મંદિર (રાજકોટ) પૂ. ૧૦૦૮ રામભુસાગરદાસજી (જેતપુર) પૂ. ૧૦૦૮ દેવકીનંદનદાસજી (બાબરા), શ્રી ૧૦૦૮ ઘનશ્યામપુરીબાપુ ગ્વાલીનાથની જગ્યા ઝાઝાવડા (થરા), પૂ. નિર્માહી પીઠાધિશ્વર ૧૦૦૮ કનીરામબાપુ વડવાળાદેવની જગ્યા (દૂધરેજ) પૂ. કનકેશ્વરીદેવીજી (શ્રી ખોખરા હનુમાનજીની જગ્યા મોરબી), પૂ. રામબાલકદાસબાપુ વડવાળાદેવની જગ્યા (દૂધઇ), પૂ. રામગોપાલદાસજી મહારાજ, રઘુનાથજી મંદિર, ખાતીપુરા-ઇન્દોર, પૂ. શિવરામદાસજી (વૃંદાવન), પૂ. સીતારામદાસ ત્યાગીજી મહારાજ, પૂ. રાઘવેન્દ્રદાસજી (ગોર્વધન), પૂ. અનિરૂધ્ધદાસજી (ઓરછો), પૂ. દિનબંધુદાસજી (ચિત્રકુટ), પૂ. અર્જુનદાસજી (ઇન્દોર) પૂ. રઘુનાથદાસજી મહારાજ, પૂ. ગોપેશક્રિષ્ણદાસજી મહારાજ, પૂ. રામબાપુ બાવળીયાળીધામ, તથા સમસ્ત ગુરૂભાઇ મલુકપીઠ પરીકર ઉપસ્થિત રહેશે.
ભાવિકોને લાભ લેવા આમંત્રણ પાઠવાયુ છે. વધુ વિગત માટે મો. નં. ૭૦૧૭૩ ૮૦૦રર, મો. ૯૮૭૯૦ ૯૯૯૯૬, મો. ૯૦પ૪ર ૦ર૯૯૯, ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
