News of Friday, 27th September 2024
કચ્છના અંજારમાં આરોગ્ય અધિકારીને હનીટ્રેપમાં ફસાવી ૩૦ લાખની માંગણી
નોકરી માટે વાત કરી મહિલાએ ચા માટે ઘેર બોલાવી વષાો ઉતારી વીડિયો બનાવ્યો : અન્ય મુસ્લિમ શખ્સ હિન્દુ નામ બતાવી મહિલા સાથે બ્લેકમેઇલ કરવામાં સામેલ

(ભુજ) કચ્છમાં સરકારી અધિકારીને હનીટ્રેપમાં ફસાવી ૫૦ હજાર રૂ. પડાવી અને ૩૦ લાખ રૂ. ની ખંડણી માંગવાની પોલીસ ફરિયાદે ચકચાર સર્જી છે. અંજાર તા.ના આરોગ્ય અધિકારી ડો. રાજીવ અરવિંદ અંજારિયાએ આદિપુર પોલીસ મથકે અંતરજાળમાં રહેતી મહિલા નર્મદા દિનેશ વાળંદ તેમ જ દિનેશ વાળંદ તરીકેનું હિન્દુ નામ ધારણ કરનાર મુસ્લિમ શખસ ગુલામ હાજી જૈનુમ વિરૂદ્ધ ફરિયાદ લખાવી છે.
આરોપી મહિલા નર્મદા વાળંદે તાલુકા આરોગ્ય અધિકારી ડો. અંજારિયાને રૂબરૂ ઓફિસમાં મળી પોતાને આશા વર્કર તરીકે કામ જોઈએ છે એવી રજૂઆત કરી હતી. ત્યાર પછી મોબાઇલ ઉપર પોતાના ફોટા સાથે ગુડ મોર્નિંગ, ગુડ નાઈટના મેસેજ મોકલી વીડિયો કોલ ઉપર વાત કરવા કહેતી હતી. નોકરીની આજીજી કરી પોતાના મા બાપ ને મળવા ઘેર ભક્તિનગર, અંતરજાળમાં મળવા વિનંતી કરતા ડો. અંજારિયા મહિલાને ઘેર ગયા હતા. ત્યાં ચા પાણી પીવડાવ્યા હતા. ડોક્ટરે મહિલાના મા બાપની પૂછપરછ કરતા તેઓ થોડીવારમાં આવશે એવું કહી તેણીએ બાજુમાં બેસી એકાએક વષાો ઉતારી નાખ્યા હતા.
મહિલાએ પોતાના શરીર પરના કપડા કાઢી નાખતા ડઘાઈ ગયેલા આરોગ્ય અધિકારી હજી કંઈ સમજે એ પહેલાં જ અંદર રૂમમાં એક શખસ ઘૂસ્યો તેણે જબરદસ્તી આરોગ્ય અધિકારીને મુક્કો મારી તેમનું શર્ટ ઉતારી મહિલા સાથે તે બંનેનો સાથે વીડિયો ઉતારી લીધો હતો.
પોતાનું નામ મહિલાના પતિ હોય એ રીતે દિનેશ વાળંદ બતાવનાર આ મુસ્લિમ શખ્સે ત્યાર બાદ ગુલામ હાજી તરીકે ઓળખ આપી મહિલા સાથેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. રૂ. ત્રીસ લાખની ખંડણીની રક્મ બ્લેકમેઈલ કરી માંગી હતી. ફરિયાદી તબીબે ઓફિસે જવાનું કહેતા દિનેશ ઉર્ફે ગુલામ પોતાની કારમાં તેમની સાથે ગયો હતો. ઓફિસે ૫૦ હજારનો ચેક લખાવી રૂ. બેંકમાંથી ઉપાડી લઇ લીધા બાદ ૫ લાખ રૂ. ના ૬ ચેક એમ ૩૦ લાખની રકમના અલગ અલગ ચેક લખાવી તેની સાથે બે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી.
આ અંગે ડરી ગયેલા ફરિયાદીએ પોતાના બનેવીને વાત કરતા પોલીસની મદદ લેવાનું નક્કી કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
