News of Friday, 27th September 2024
જૂનાગઢ પોલીસ દ્વારા ત્રિવિધ કાર્યક્રમઃ નવ નિયુકત પી.આઇ.ને આવકારતા શહેરીજનો

જૂનાગઢઃ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધીક્ષક શ્રી હિતેશ ધાધલિયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં નવનિયુકત પોલીસ ઇન્સ્પેકટર પી.સી.સરવૈયાને આવકારવામાં આવેલ જયારે શહેર ના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં ત્રણ વાત તમારી. ત્રણ વાત અમારી તેમજ તેરા તુજકો અર્પણ એમ દિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત શહેરી જનો એ શહેર ના સુચારુ આયોજન માટે વિવિધ રજૂઆત કરી જે યોગ્ય કરવાની પોલીસ તંત્ર એ ખાત્રી આપી હતી જયારે જૂનાગઢ શહેર જિલ્લાને નશા મુક્ત કરવા પોલીસ દ્વારા નેમ વ્યક્ત કરવામાં આવી હતી.કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ બટુક ભાઈ મકવાણા અરવિંદ ભાઈ સોની, પ્રવીણ વાઘેલા, રજાકભાઈ હાલા, રિયાઝ શૈખ, સોહેલ સિદ્દીકી ઉપરાંત વિવિધ સંગઠનના મહિલા અગ્રણી ઓ સહિતના હાજર રહેલ જયારે ગત દિવસોમાં આઠ વ્યકિતઓનાં ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઇલ ફોન જૂનાગઢ પોલીસે વિવિધ શહેરો જેવાકે એમ.પી.કચ્છ.રાજકોટ ગોંડલ જૂનાગઢ ના વિસ્તારો મા થી મળી આવેલ જે પૈકી ૧ અબ્દુર રહેમાન ભાઈ ૨ ઉદય મહેતા ૩.સંગતાની સૂરજભાઈ ૪. પ્રવીણ કોરાટ ૫.વાંક દિગ્વિજય ૬.નરેન્દ્રભાઇ.૭. સચિંભાઈ ૮. હિતેશ ભાઈ પાનસેરિયા ૯.નરેન્દ્રભાઈ સહિતના માલિકોને પરત કરવામાં આવતા પોલીસની સરસ કામગીરીની સરાહના સાથે પોલીસ તંત્રનો આભાર માનવામાં આવેલ હતો. તેમ સોહેલ સિદ્દીકી જૂનાગઢ ૯૪૨૭૯ ૭૪૯૮૫ની યાદીમાં જણાવાયું છે. (અહેવાલઃ વિનુ જોશી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
