News of Friday, 27th September 2024
વાંકાનેર નજીક બહુચરાજીથી વિરપુર(જલારામ) પદયાત્રા સંઘનું સન્માન કરતા શ્રી રામધામ ટ્રસ્ટના આગેવાનો
૪૪ વર્ષથી યોજાતી પદયાત્રામાં સેંકડો લોકો જોડાયાઃ જય જલારામના નાદ સાથે શ્રી રામધામના બોડે પહોંચી બહુચરાજીથી વિરપુર(જલારામ) પદયાત્રા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૭ :.. દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાતના વિવિધ શહેરોમાં વસવાટ કરતા લોહાણા સમાજ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ - આગેવાનો તથા પૂ. જય જલારામ બાપાના પરમ ભકતોનો બહુચરાજીથી વિરપુર (જલારામ)ધામ પગપાળા નિકળેલ પદયાત્રા સંઘનું વાંકાનેર - ચોટીલા બાઉન્ડ્રી પાસે આવેલ શ્રી રામધામના બોડે પહોંચતા સંઘનું નિર્મણાધીન શ્રી રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જીનપરા કનૈયા મીત્ર મંડળ વાંકાનેર શ્રી શ્યામ ધુન મંડળ તથા વાંકાનેર લોહાણા યુવક મંડળના અગ્રણીઓ દ્વારા આ પદયાત્રીકોનું શ્રી રામધામના બોડે સન્માની કરવા ખાસ વાંકાનેરથી ૧૦ ગાડીઓનો કાફલો રાત્રીના ચોટીલા બાઉન્ડ્રી પહોંચ્યા હતાં.
આ પદયાત્રા સંઘના અગ્રણીઓ નરેશભાઇ ઠક્કર સહિતના જલારામ ભકતોને ઉપરોકત સંસ્થાઓ દ્વારા શ્રી રામધામના બોડે સંઘ પહોંચતા સંઘને સન્માનીત કરવા ૧૦ થી વધુ ગાડીઓનો કાફલો રાત્રીના બાર વાગ્યે શ્રી રામધામના બોડે પહોંચ્યા હતાં.
જયારે ઉપરોકત પદયાત્રા સંઘને સન્માનીત કરવા શ્રી રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, ગોવર્ધનનાથજી તથા બાલકૃષ્ણલાલજીની હવેલીના કિશોરભાઇ જે. પુજારા, જલારામ મીત્ર મંડળના અમિતભાઇ સેજપાલ, રાજભાઇ સોમાણી, જીતેશભાઇ રાજવીર, તેમજ કનૈયા ગ્રુપ જીનપરા, મહેશભાઇ રાજવીર, ધર્મેશભાઇ ભીંડોરા, કાંતીલાલ કુમખાણીયા, વિજયભાઇ પુજારા, ઉતમભાઇ રાજવીર, જયેશભાઇ કાનાબાર, દિલીપભાઇ પુજારા, ભાવેશભાઇ જોબનપુત્રા, હરીશભાઇ બુધ્ધદેવ સહિત વ્યાપારી અગ્રણી કેતનભાઇ સોમાણી સહિતના અગ્રણીઓ રાત્રીના ૧ર વાગ્યે ચોટીલા બાઉન્ડ્રી પહોંચ્યા હતાં.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
