News of Friday, 27th September 2024
પોરબંદર - કુતિયાણામાં ૧-૧ ઇંચ રાણાવાવમાં અડધો ઇંચ : ગોંડલમાં દોઢ ઇંચ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૭: જિલ્લામાં ગઇકાલે મધરાત્રી બાદ પવન સાથે શરૂ થયેલ જોરદાર વરસાદ પોરબંદર અને કુતિયાણામાં ૧-૧ ઇંચ તથા રાણાવાવમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો.
જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર રર મી.મી. (૧૬૧૦ મી.મી.), કુતિયાણા ર૩ મી.મી. (૧ર૬પ મી.મી.), રાણાવાવમાં ૧૯ મી.મી. (૧પ૪૩ મી.મી.) માં વરસાદ નોંધાયો છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ રર મી.મી. (૧પર૭.૭ મી.મી.) નોંધાયો છે. આજે સવારે જિલ્લામાં ધાબડીયું વાતાવરણ અને પવન ફુંકાઇ રહયો છે.
ગોંડલમાં કાલે રાત્રીથી આજે સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
