<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

નિષ્‍કલંક મહાદેવ કોળીયાક ગામ ખાતે તમિલનાડુની દર્શનાર્થે આવેલ પેસેન્‍જર બસ પાણીમાં ગરકાવ થયેલ ત્‍યારે સંયુક્‍ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમે નાસ્‍તા-પાણીની વ્‍યવસ્‍થા કરી

ભાવનગરઃ નિષ્‍કલંક મહાદેવ કોળીયાક ગામ ખાતે ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં તમિલનાડુની દર્શનાર્થે આવેલ પેસેન્‍જર બસ પાણીમાં ગરકાવ થયેલ ત્‍યારે સંયુક્‍ત નૈતિક માનવ અધિકાર સમિતિને તેનીજાણ થતા તુરંત જ ભાવનગર થી રાષ્‍ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચા તેમજ ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષ રઘુવીર સિંહ ગોહિલ અને ધીરેનભાઈ પઢીયાર બનાવ સ્‍થળે પહોંચી ગયેલ અને ત્‍યાંની પરિસ્‍થિતિ જોતા સાંજના છ વાગ્‍યાથી આ બસ પાણીમાં ગરકાવ હોય અને રાત્રિના નવ વાગ્‍યા  સુધી એક પણ માણસનો રેસ્‍કયુ કરવામાં નહીં આવતા અને આખરે રાત્રિના ત્રણ વાગે ગામ લોકોએ આ લોકોનું રેસ્‍કયુ કરી અને બહાર કાઢેલ . તંત્રના લોકોને પણ ખાવા પીવાની કોઈપણ વ્‍યવસ્‍થા ન હતી આથી સંયુક્‍તનૈતિક માનવ અધિકાર સમિતિ ની ટીમ ત્‍યાં પહોંચી ત્‍યારે એમને નાસ્‍તા પાણી ની વ્‍યવસ્‍થા તુરંત ઉભી કરવામાં આવી અને પ્રશાસન સાથે રહી  ટીમના રાષ્‍ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચા તેમજ પ્રદેશ ઉપાધ્‍યક્ષ રઘુવીર સિંહ ગોહિલ અને ધીરેનભાઈ પઢીયાર રાત્રીના ૯  થી ૩ વાગ્‍યા સુધી ત્‍યાં આ કાર્યમાં હાજર રહી સહયોગી બન્‍યા હતા.

(12:13 PM IST)