<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

મોરબી નજીક ભીષણ આગમાં ફેકટરી ભસ્‍મીભુત : ૧૦ કરોડનું નુકશાનઃ ૧ર કલાકે આગ કાબુમાં આવી

તસ્‍વીરમાં ફાયર બ્રિગેડનો સ્‍ટાફ આગ કાબુમાં લેતો નજરે પડે છે. છેલ્લી તસ્‍વીર જયાં આગ લાગી તે ફેકટરી નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)  મોરબી, તા., ૨૭:  મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્‍તા પાસે રોયલ પોલીપ્‍લાસ્‍ટ નામના કારખાનામાં કોઈ કારણોસર ગઇકાલે બપોરના સમયે લાગેલ આગ ૧ર કલાકે કાબુમાં આવી છે. આગમાં ફેકટરી ભસ્‍મીભુત થઇ ગઇ છે અને ૧૦ કરોડનું નુકશાન થયું છે.

મોરબીના નવલખી રોડ ઉપર રોયલ પોલીપ્‍લાસ્‍ટ નામનું કારખાનું આવેલ છે તેમાં ગઇકાલે બપોરે ૧૨ વાગ્‍યાના અરસામાં આગ લાગી હોવા અંગેની જાણ મોરબી નગરપાલિકાના કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્‍યાં જવા માટે રવાના થઈ હતી અને સ્‍થળ ઉપર પહોંચીને કારખાનામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને ઙ્કયત્‍નો શરૂ કરવામાં આવ્‍યા હતા જો કે, આગ કાબુમાં આવી રહી ન હતી જેથી કરીને મેજરકોલ જાહેર કરવામાં આવેલ હતો અને આગને કાબુમાં લેવા માટે મોરબી નગરપાલિકા ઉપરાંત માળીયા, વાંકાનેર અને હળવદથી પણ ફાયરની ટીમને ત્‍યાં બોલાવવામાં આવી હતી તે ઉપરાંત રાજકોટ અને જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને ૧૨ કલાક સુધી સતત પાણીનો મારો કરવામાં આવ્‍યો ત્‍યાર બાદ આગ કાબુમાં આવેલ છે જો કે, આગ કાબુમાં આવી ત્‍યાર સુધીમાં કારખાનેદારને બહુ મોટું નુકસાન થયેલ છે

 

મોરબીમાં અધ્‍યતન કક્ષાનું ફાયર સ્‍ટેશન બને અને અધ્‍યતન સાધન સામગ્રી આપવામાં આવે તેના માટેની છેલ્લા પાંચ વર્ષની અંદર અનેક વખત સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કમનસીબે આજ દિવસ સુધી અહીંના ઉદ્યોગકારો તેમજ સામાન્‍ય લોકોની માંગણી અને લાગણીને ધ્‍યાને લઈને સરકાર દ્વારા મોરબીને અધ્‍યતન ફાયર સ્‍ટેશન આપવામા આવેલ નથી જેથી કરીને ટાંચા સાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં કરવા માટેની કામગીરી કરવામાં આવેલ છે અને મોટાભાગે મોટી દુર્ઘટના હોય ત્‍યારે બહારથી ફાયરના સાધનો તથા ટીમોને બોલાવવામાં આવે ત્‍યારે બાદ જ પરિસ્‍થિતિ કાબૂમાં આવતી હોય છે આવું કેટલા વર્ષ સુધી હજુ ચાલશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.

વધુમાં હાલમાં જે કારખાનામાં આગ લાગી હતી તેના કારખાનેદાર ઙ્કકાશભાઈ સાથે વાત કરતાં તેઓએ જણાવ્‍યુ હતું કે, તેમના કારખાનામાં ગઇકાલે બપોરના સમયે આગ લાગી હતી અને તે આગને કાબુમાં લેવા માટેના ઙ્કયાસો કરવામાં આવ્‍યા હતા જો કે, આગ રાતના બારેક વાગ્‍યાના આરાસમાં સંપૂર્ણ કાબુમાં આવેલ છે પરંતુ આગ કાબુમાં આવી ત્‍યાં સુધીમાં કારખાનામાં રાખવામા આવેલ તમામ મશીનર, કાચો માલ, તૈયાર માલ અને કારખાનનો શેડ તૂટી ગયેલ છે જેથી કરીને અંદાજે ૧૦ કરોડ કરતાં વધારેનું નુકશાન હોવાનું શ્‍કયતા છે હજુ કારખાનામાં જઈને જોશું પછી નુકશાનીનો આંકડો હજુ પણ વધે તેવી શકયતા છે.

(2:49 PM IST)