<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ગિરનાર પર્વત ઉપર સાંજ સુધીમાં દે ધનાધન ૫ ઈચ: જિલ્લામાં સર્વત્ર મેઘરાજા ધમરોળી રહ્યા છે: ઠેર ઠેર અડધાથી પાંચ ઇંચ : જુઓ વિડિઓ

જુનાગઢ: ગિરનાર પર્વત ઉપર આજે સાંજે છ સુધીમાં ૫ ઈચ પડી ગયો છે. જિલ્લામાં સર્વત્ર મેઘરાજા ધમરોળી રહ્યા છે ત્યારે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અડધાથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે અને આ લખાય છે ત્યારે સાંજે છ વાગ્યે પણ વરસાદ ચાલુ છે.

 

માણાવદરમાં ૫ ઇંચ, વંથલીમાં બે ઇંચ, જૂનાગઢમાં ૩.૫ ઇંચ, ભેસાણમાં એક ઇંચ, વિસાવદરમાં એક ઇંચ, મેંદરડામાં બે ઇંચ, કેશોદમાં અડધો ઇંચ, માંગરોળમાં અડધો ઇંચ, માળિયા હાટીનામાં અડધો ઇંચ, ગિરનાર પર્વત પર ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. વિનુ જોશી જુનાગઢ અકિલા

(6:39 PM IST)